Rajkot Game Zone fire: ટીઆરપી ગેમઝોનના કર્મચારી મનીષે ઘટનાની ભયંકરતા વર્ણવી, જુઓ વીડિયો
Rajkot Game Zone fire: 25 મેનો શનિવારનો દિવસ રાજકોટ માટે ભંયકર હતો. ટીઆરપી ગેમ ઝોન ( TRP Game zone)માં લાગેલી આગમાં જીવતા 27 લોકો બળી જતાં અરેરાટી વ્યાપી ગઇ.આગની સૌ પ્રથમ જાણ કરનાર વ્યક્તિએ સમગ્ર ઘટનાની ભયાવહતા વ્યક્ત કરી છે.
Rajkot Game Zone fire: શનિવાર ટીઆરપી ગેમઝોનમાં હૈયું કંપાવી દેતી ઘટના બની. આ ઘટનાના અનેક વીડિયો આપણે જોયા પરંતુ આ સમગ્ર ઘટનાની જેને સૌથી પહેલા જાણ થઇ તે ગેમ ઝોનનાકામ કરતા એક એક કર્મચારી હતા. . જામનગરમાં રહેતા અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ઝોન ( TRP Game zone)માં કામ કરતા મનીષ ખીમસૂર્યાએને આ ઘટનાની સૌથી પહેલા જાણ થઇ. સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી હોવાથી તેમણે સમગ્ર ઘટનાની ભયંકરતાને વર્ણવી છે.
જામનગરના મનીષ ખીમસૂર્યાએ આંખે જોયેલી રાજકોટ અગ્નિકાંડની ભયાનકતા વર્ણવી હતી. મનીષે જણાવ્યું કે, “વેલ્ડીંગના કામ દરમિયાન તણખો ઉડતા આગ લાગી હતી. આ આગની ઘટનાની સૌથી પહેલા જાણ મને થઇ હતી. આગ એટલી તીવ્ર હતી કે, થોડી જ મિનિટોમાં આગ ભયંકર બની ગઈ હતી.
આગ લાગતા નીચે ઉતરવાનો કોઈ જ રસ્તો નહોતો, સૌથી પહેલા મને ખબર હતી કે આગ લાગી છે. ગેમઝોનના માલિકને મે જાણ કરી તો તેમણે મને મને લોકોને બહાર કાઢવા કઢ્યુ હતુ, મેં લગભગ 25 લોકોને સળગતા બહાર કાઢ્યા હતા. બાદ મારા માલિકે મને જીવ બચાવવા માટે મને કુદકો મારવા કહ્યું,
મે બીજા માળેથી કુદકો માર્યો એટલે હું બચી ગયો”
. મનિષ બચી તો ગયો પરંતુ તેમના પણ કે હાથ માથા અને ચહેરા હાડકાને ભારે ઇજા થઇ છે. તેઓ હાલ જામનગર પોતાના ઘરેથી સારવાર લઇ રહ્યા છે. સમગ્ર અગ્નિકાંડમાં ગેમઝોનના મેનેજમેન્ટની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. ચાલુ ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ થતું હતું. અહીં જ્વલિન શીલ પદાર્થના કેન પણ હતા. જ્વલંતશીલ પદાર્થ સહિત ટાયર, પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ આગને વધુ ભડકાવાનું કામ કર્યું અને 27 લોકો જીવતા બળીને ખાક થઇ ગયા. હૃદયને હચમચાલી દેતી આ ઘટનાને લઇને એસઆઇટી તપાસ કરી રહી છે પરંતુ કોઇની બેદરકારીના ભોગ બનેલી એ નિર્દોષ જિંદગી હવે ક્યારેય પાછી નહિ આવે,