ગુજરાત સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હોમ આઇસોલેટ થયા
રાજ્ય સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. જ્યારે સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. 21 તારીખે મહેસુલ મંત્રી રાજેંદ્ર ત્રિવેદીનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
ઉપરાંત રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 50 કર્મીચારી કોરોના સંક્રમિત થયા છે.નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. હાલ તો તમામ કર્મચારીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. સાથે જ પોઝિટીવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના પણ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં જાન્યુઆરી મહિનાના પ્રથમ 12 દિવસમાં 1 હજાર 775 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં જ એક જ દિવસમાં હાઇએસ્ટ 1 હજાર 707 કેસ નોંધાતા પોઝિટિવ કેસના આંકડાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ કેસ વેસ્ટ ઝોનમાં આવ્યા છે. આ કારણે ત્યાં હવે ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાની તમામ ટીમ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ સર્વે કરશે. અને જે લોકોને લક્ષણો હશે તેમના ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ વેક્સીનના બીજો ડોઝ માટે પણ મેગા કેમ્પ યોજાશે.
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ