ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ, આ પેપર પણ સાણંદના કુખ્યાત સૂર્યા ઓફસેટ પ્રેસમાં છપાયેલું, જાણો સત્તાવાળાએ શું કહ્યું ?
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટવાને લઈને રાજ્યમાં વિપક્ષો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.
રાજકોટઃ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટવાને લઈને રાજ્યમાં વિપક્ષો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીના પાપે 58 હજાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમનું અર્થશાસ્ત્રનુ પેપર લીક થયા હોવાના પુરાવા સાથે આરોપ લગાવ્યો હતો.
અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો નકારતા રહ્યા પરંતુ બાદમાં પેપર લીક થયાનું સ્વીકાર્યું હતું. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની ફરિયાદના આધારે પોલીસે ફુટેલુ પેપર મેળવનાર ત્રણ શંકાસ્પદો વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.
સૌથી આશ્વર્યની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અર્થશાસ્ત્રનું પેપર પણ સૂર્યા ઓફ સેટમાં છપાયું હતું. નોંધનીય છે કે આ અગાઉ લીક થયેલું હેડ ક્લાર્કનું પેપર પણ સૂર્યા ઓફ સેટમાં જ છપાયું હતું.
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે પેપર લીક મામલે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. કુલપતિએ કહ્યું કે આ પેપર સૂર્યા ઓફસેટમા છપાયું હતું. તેમણે કહ્યું કે પેપર રદ કરવામાં આવ્યું છે. આ પેપર ફરીથી આગામી 3 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે. પોલીસ રિપોર્ટના આધારે કોઈપણ દોષિત સામે યુનિવર્સિટી દ્વારા પગલાં લેવામાં આવશે.
આ મામલે પોલીસે આઠ યુવાનોની અટકાયત કરી છે. પેપર લીક કાંડના મુખ્ય સૂત્રધાર સહિત 8 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એલિશ નામના યુવાનની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 100ને પાર
મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?
કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર