શોધખોળ કરો

Rajkot: ગુજરાતનો આ ડેમ થયો ઓવરફ્લો, 37 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

રાજકોટ: ભાદરવા મહિનામાં પણ ગુજરાત અને દેશભરમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતમાં તો વરસાદે કહેર વર્તાવ્યો છે. તો હવે ગુજરાતમાં પણ સારા વરસાદને કારણે અનેક ડેમો ઓવરફ્લો થયા છે.

રાજકોટ: ભાદરવા મહિનામાં પણ ગુજરાત અને દેશભરમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતમાં તો વરસાદે કહેર વર્તાવ્યો છે. તો હવે ગુજરાતમાં પણ સારા વરસાદને કારણે અનેક ડેમો ઓવરફ્લો થયા છે. તો આજે ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે ભાદર -2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ભાદર 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામા આવ્યા છે.

ડેમમાં 5563.72 ક્યુસેક પાણીની આવક સામે 5563.72ક્યુસેક પાણીની જાવક છે. ભાદર ડેમ સાઈટના 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ધોરાજી તાલુકાના ચાર ગામ ભોળા, ભોળ ગામડા, છાડવાવદર, સુપેડીને એલર્ટ કરાયા છે. જ્યારે ઉપલેટાના 15 ગામ, કુતિયાણાના 10 ગામ, માણાવદરના 4 ગામ, પોરબંદરના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર 2 ડેમ સાઈટ ઉપર આવતા 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

આગામી બે દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે... આજે ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં સિઝનમાં અત્યાર સુધી 35 ઈંચ સાથે 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.  ગત વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં 19.74 ઈંચ સાથે સીઝનનો માત્ર 60 ટકા વરસાદ નોંધાયો હતો.  રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 29 ઈંચ સાથે સીઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં ૧૦.૬૮ ઈંચ સાથે સીઝનનો માત્ર ૬૧ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઉપરાંત દક્ષિણ, ઉત્તર ગુજરાત એવા રીજિયન છે જ્યાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં ૬૭ ઈંચ સાથે ૧૧૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે ૧૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

બીજી તરફ વરસાદનું પ્રમાણ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૪ ટકા છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૧૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડાંગમાં ૫૭, નવસારીમાં ૮૫ ઈંચ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કુલ પાંચ તાલુકામાં સીઝનનો ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં ૧૫૨ ઈંચ, ધરમપુરમાં ૧૨૧ ઈંચ, વાપીમાં ૧૦૮ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

જોકે, રાજ્યમાં હજુ કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં હજુ વરસાદ ૧૦૦ ટકાથી વધ્યો નથી. જેમાં સુરેન્દ્રનગરમાં ૧૬ ઈંચ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં ૧૯ ઈંચ સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાંથી માત્ર અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સાણંદમાં માત્ર ૧૨ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો ૫૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ જ્યારે ૧૨૮ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના વિંછીયામાં ૯.૨૧ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget