શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારે રસાકસી બાદ સૌરાષ્ટ્રની પટેલોની બહુમતીવાળી આ બેઠક કોણે કરી કબ્જે? જાણો વિગત
સૌરાષ્ટ્રની મોરબી બેઠક પર સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસી રહી હતી. ભારે રસાકસી પછી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના જયંતિ જયરાજનો પરાજય થયો છે.
મોરબીઃ ગુજરાતમાં એક પછી એક પેટાચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની મોરબી બેઠક પર સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસી રહી હતી. ભારે રસાકસી પછી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના જયંતિ જયરાજનો પરાજય થયો છે.
મત ગણતરીને અંતે ભાજપના બ્રિજેશ મેરજાને 64,591 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના જયંતિ જયરાજને 59,903 મત મળ્યા છે. આમ, 4688 મતથી બ્રિજેશ મેરજાએ જયંતિભાઈને પરાજય આપ્યો છે. અત્યાર સુધીમાં ભાજપે કરજણ, ધારી, અબડાસા અને મોરબી બેઠકો પર વિજય મેળવ્યો છે. તેમજ બીજી ચાર સીટો પર પણ ખૂબ જ મોટી લીડ છે અને જીત પાક્કી માનવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion