શોધખોળ કરો
સોમનાથમાં C.R. પાટિલ ઘાયલ, ભાજપ કાર્યકરોએ શું કર્યું કે પાટીલને ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા ?
આર પાટીલને તરત જ ચેક અપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સોમનાથઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ પોતાના સૌરાષ્ટ્રના પ્રવાસના પહેલા દિવસે જ સોમનાથમાં ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે. સોમનાથમાં સી.આર. પાટિલને આવકારવા માટે એકઠા થયેલા ભાજપના કાર્યકરોએ અતિ ઉત્સાહમાં આવી જઈને ફટાકડા ફોડતાં સી. આર. પાટિલને આંખમાં વાગ્યું હતું અને ઘાયલ થયા હતા. સી.આર પાટીલને તરત જ ચેક અપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સી.આર. પાટીલને આંખમાં વધારે વાગ્યું ચે કે ઓછું વાગ્યું છે તે અંગે કોઈ વિગતો હજુ અપાઈ નથી. હોસ્પિટલમા ચેક અપ બાદ આ અંગેની વિગતો જાહેર કરાશે એવું ભાજપનાં સૂત્રોએ કહ્યું છે.
વધુ વાંચો





















