અમદાવાદમાં હોસ્પિટલમાં કેશલેસ સુવિધા નહી મળે, જાણો કારણ?
15 જાન્યુઆરીથી સરકારી વીમા કંપનીઓના વીમાધારકો માટે કેશલેસ સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે
અમદાવાદઃ સરકારી વિમાધારકો માટે માઠા સમાચાર આવ્યા છે. 15 જાન્યુઆરીથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સુવિધાઓ બંધ કરાશે. સરકારી વીમા કંપનીઓ અને અમદાવાદની ખાનગી હોસ્પિટલો આમને સામને આવી ગઇ છે.
અમદાવાદ હોમ્સ એંડ નર્સિંગ એસોસિએશનના આરોપ છે કે, સરકારી વીમા કંપનીઓ વીમા માટેના કરાર રીન્યૂ કરવામાં વિલંબ ઉભો કરી રહી છે જેના કારણે લાભાર્થીઓએ ચૂકવવાના નાણા અને હકદાર ખાનગી હોસ્પિટલો વચ્ચેના વ્યવહારને માઠી અસર પડી રહી છે. AHNA અંતર્ગત આવતી 125 હોસ્પિટલોને છેલ્લા ત્રણ વર્ષમાં 6 કરોડની રકમ લેણા માટે બાકી છે. જે વીમા કંપનીઓના વિલંબના કારણે અટકી રહી છે. મુખ્યત્વે ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, ધી ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સ, નેશનલ ઇન્શ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા આ ચાર વીમા કંપનીઓએ વીમા માટેના દસ્તાવેજની પ્રક્રિયામાં ભારે અસમંજસની સ્થિતિ ઉભી કરી દેવામાં આવતા લાભાર્થીઓને અનેક પ્રયાસ બાદ સારવારના નાણાં મળે છે.
આજે AHNAની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે તે અનુસાર 15 જાન્યુઆરીથી સરકારી વીમા કંપનીઓના વીમાધારકો માટે કેશલેસ સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. જેની સીધી અસર 80 ટકા વીમાધારક દર્દીઓને થશે.
Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 100ને પાર
મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?
કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર