શોધખોળ કરો

રાજકોટમાં 150 ફૂટ રોડને લઈ બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ફેરફાર, હવે આ વાહનોને મળશે મુક્તિ, જાણો વિગતે

આ પહેલા પોલીસ કમિશનરના જાહેરનામાનો ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટ: રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જાય છે ત્યારે રાજકોટ શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે રાજકોટ પોલીસ કમિશનરે 150 ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડીથી પુનિતના પાણીના ટાંકા સુધી ખાનગી લકઝરી બસ ઉપર પ્રવેશ બંધ મુક્યો હતો. જોકે આ જાહેરનામામાં હવે રાજકોટ પોલીસ કમિશ્નરે ફેરફાર કર્યો છે.

રાજકોટ પોલીસ કમિશ્નરે 150 ફૂટ રોડને લઈ બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ફેરફાર કરતાં સ્કૂલ, કોલેજની બસોને 24 કલાક મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસોને બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ બહાર પાડવામાં આવેલ જાહેરનામાં અંતર્ગત સવારના આઠ વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી 150 ફૂટ રોડ પર લક્ઝરી સહિતની બસોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પ્રતિબંધ લગાવવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ અને રજૂઆતને પગલે સીપી દ્વારા જાહેરનામા અંતર્ગત છૂટછાટ આપી છે.

આ પહેલા પોલીસ કમિશનરના જાહેરનામાનો ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખે કહ્યું હતું કે, રીંગરોડ પર બસોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનાથી સૌથી વધુ મુસાફરો પરેશાન થવાના છે. સ્થાનિક મુસાફરોને અન્ય શહેરોમાં જવા માટે રિક્ષાભાડાના ખર્ચ પાછળ વધારે રૂપિયા ચૂકવવા પડશે. પાંચ કે સાત વર્ષ પહેલા અમે 150 ફૂટ રીંગ રોડ પર ઓફીસો ચાલુ કરી હતી.

આ પહેલા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાઈવેટ લક્ઝરી બસો પ્રવેશ બંધનું જાહેરનામું અમલમાં છે પરંતુ વધતા જતા ટ્રાફિકના કારણે જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે અને શહેરમાં વધતી જતી ભારે વાહનોની અવરજવરથી રાજકોટ શહેરના રસ્તાઓ સાંકડા થઈ જાય છે અને રસ્તા ઉપર ટ્રાફિકને સમસ્યા નડે છે. તેમજ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 150 ફુટ રીંગ રોડ ઉપર ટ્રાવેલ્સની ઓફિસો આવેલ છે અને 150 ફુટ રીંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય, ટ્રાફિક વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગંભીર અકસ્માતો થવાની સંભાવના પણ વધી જાય છે. વર્ષ 2015માં જે જાહેરનામું અમલમાં મુકવામાં આવેલ ત્યારે ગોંડલ ચોકડીથી, માધાપર ચોકડી સુધી ટ્રાફિક નહીવત હતો અને આ ચોકડીઓ શહેરની બહાર પડતી હતી જે હવે શહેરની અંદરના વિસ્તારમાં આવી ગયેલ છે. આ ચોકડીઓથી રાત્રીના મોડે સુધી સીટી બસ તેમજ બીઆરટીએસની બસ થોડા થોડા સમયે સેવાઓ ઉપલબ્ધ હોય અને રાજકોટ શહેર તરફથી અન્ય શહેર તરફ જતા પેસેન્જરોને પીકઅપ કરવા ટ્રાફિકને અડચણરુપ ખાનગી લક્ઝરી બસો 150 ફુટ રીંગ રોડ પર પાર્ક કરતા હોય છે. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રાફિક સુચારુ અને સલામત રીતે ચાલે તે હેતુસર રાજકોટ શહેરમાં મોટી પ્રાઈવેટ લક્ઝરી બસો ઉપર 150 ફુટ રીંગ રોડ  માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી પ્રતિબંધ મુકવાની જરુરીયાત જણાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
Embed widget