શોધખોળ કરો

આમ આદમી પાર્ટીના નેતાઓને સીએમ ભુપેન્દ્ર પટેલે બતાવ્યો ઠેંગો, જાણો સમગ્ર ઘટના

સીએમ પટેલે આજે રાજકોટમાં મનપામાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા સાથે પણ બેઠક યોજી હતી. જો કે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, સીએમ ભુપેદ્ર પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ બેઠક કરી છે.

CM Bhupendra Patel Rajkot Visit: સીએમ ભુપેદ્ર પટેલે આજે રાજકોટમાં મનપામાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા સાથે પણ બેઠક યોજી હતી. જો કે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, સીએમ ભુપેદ્ર પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ બેઠક કરી છે. પરંતુ બાદમાં સામે આવ્યું છે સીએમ ભુપેન્દ્ર પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી નથી. આમ આદમી પાર્ટીના નેતાઓને મુખ્યમંત્રી નથી મળ્યા. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓને પહેલા સમય આપવામાં આવ્યો હતો તેથી તેઓ રાહ જોઈ રહ્યા હતા. કલેકટર કચેરી સુધી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા પરંતુ મુખ્યમંત્રી તેમને મળ્યા ન હતા. જો કે સીએમ સીએમ પટેલે આપ નેતાઓ સાથે કેમ મુલાકાત ન કરી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે.

રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ હાલમાં રાજકોટની મુલાકાતે છે. જ્યાં કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિનિધી મંડળ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પોલીસ વિભાગ, મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કાયમી પોલીસ કમિશનરની નિમણુક કરવાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇ મેમો, નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા તથા પાણીની સમસ્યા હલ કરવાની માગ, શિક્ષણમાં ફી વધારો અને મોંઘવારી મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. જે કોંગ્રેસ નેતાઓ સીએમ સાથે બેઠક કરવા પહોંચ્યા હતા તેમા હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપુત અને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીનો સમાવેશ થાય છે.

આ રાજકોટ મનપા ખાતે મુખ્યપ્રધાનની બેઠક પૂર્ણ થઈ છે. સીએમ ભુપેન્દ્ર પટેલે આ દરમિયાન કોર્પોરેટરોને પ્રજા વચ્ચે રહેવા સૂચના આપી છે. તમામ વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યપ્રધાને બેઠક યોજી છે. આ બેઠકમાં તમામ કોર્પોરેટર હાજર રહ્યા હતા.

નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યા
અમરેલી:  પાટીદાર આગેવાન નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં હતા. જો કે આ કોઈ રાજકીય મુલાકત નહોતી. ભાજપ નેતા દીલીપ સંઘાણીના નાના ભાઇના નિધન બાદ સાંત્વના આપવા પાટિદાર આગેવાન નરેશ પટેલ પહોંચ્યાં હતા. નરેશ પટેલ સાથે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ જોડાયા હતા. આ ઉપરાંત શરદ ધાનાણી, સુરેશ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પણ દિલીપ સંઘાણીને સાંત્વના પાઠવી હતી. દીલીપ સંઘાણીના રાજકીય હરિફોએ તેમના લઘુબંધુના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આ અંગે જ્યારે દિલીપ સંઘાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નરેશ પટેલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આમ છતાં દીલીપ સંઘાણીને ત્યા આવેલ દુઃખની વેળાએ ભાજપ અને કોંગ્રેસ અને અન્ય આગેવાનો એક સાથે જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget