શોધખોળ કરો

Khodaldham: ખોડલધામ ખાતે નરેશ પટેલે કર્યો ગર્ભીત ઈશારો, આપણે સવા કરોડ છીએ, જરૂર પડે તો ભેગા થઈ જવું અને...

જેતપુર: કાગવડ ખોડલધામ ખાતે વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાય હતી. નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ તથા એપ્લીકેશન લોન્ચિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેતપુર: કાગવડ ખોડલધામ ખાતે વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાય હતી. નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ તથા એપ્લીકેશન લોન્ચિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામના પ્રણેતા અને ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS 2023ની મીટ યોજાઈ હતી.

ખોડલધામના પ્રણેતા નરેશ પટેલનાં અધ્યક્ષસ્થાને  ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન નરેશ પટેલનાં હસ્તે લોન્ચ કરવામાં આવી.  જેમાં ગુજરાતનાં કોઈપણ ખૂણેથી KDVS સાથે જોડાયેલ દરેક સભ્યો એપ્લીકેશન મારફતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે તથા મહત્વના સંપર્ક સાધી શકશે.

Khodaldham: ખોડલધામ ખાતે નરેશ પટેલે કર્યો ગર્ભીત ઈશારો, આપણે સવા કરોડ છીએ, જરૂર પડે તો ભેગા થઈ જવું અને...

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા  અગત્યનું પાસું એવા શિક્ષણને પ્રધ્યાન્ય આપવામાં આવે છે અને સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી અંતર્ગત પોલીસ અને સરકારી નોકરી તથા પ્રેસ અને પોલિટિક્સ અને સામાજિક લીડરશીપ અંગે વિકસિત થવા માટે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવી રહ્યું છે. જેના થકી આજદિન સુધી ૪૭૫ થી વધારે ઉમેદવારો સરકારી નોકરી અંતર્ગતની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરીને હાલમાં સરકારી નોકરીનાં સ્વપ્નને સેવવામાં સફળ થયા છે. 

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં નેજા હેઠળ તેમજ કોર કમિટી દ્વારા સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) પોતાનું કાર્યક્ષેત્ર વિકસિત કરીને હાલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત થઈને વિવિધ સેવાકાર્ય કરે છે. ત્યારે KDVS કન્વીનર મીટ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લા,તાલુકા અને ગામે-ગામથી KDVSનાં કન્વીનરો, સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતનાં 1200 જેટલા યુવાનોની ટીમે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ તેમજ લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- સોમનાથ તથા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. આ તકે સમગ્ર ગુજરાતમાંથી KDVSનાં 1200 થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

નરેશ પટેલે ગર્ભિત ઈશારો કરતા મીટને સંબોધતા જણાવ્યું હતું કે.ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી ધરાવે છે. ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું. આ ઉપરાંત પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડાનો ઉપયોગ રાખતા થયા છે. મૂછોના આંકડા રાખવા ઉપયોગ કરવો પડે ત્યારે કરવો પડે ત્યારે કરી લેવો જોઈએ. પટેલ સમાજ ભોળો છે.જે ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો. યુવાનો હવે બહાર આવી રહ્યા છે. ખોડલધામ સંસ્થા હવે વિચાર બની ગઈ છે.ખોડલધામ ખાતે દરરોજના 20,000 જેટલા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. ખોડલધામની શિસ્તને માને છે ત્યારે આજે ખોડલધામ પરિસરમાં યુવા પાંખની કન્વીનર મીટીંગમાં હજારો કન્વીનર ઉમટી પડ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget