કોરોનામાં અંધશ્રદ્ધાઃ સૌરાષ્ટ્રના કયા ગામમાં કોરોનાને રોકવા બંધાયા નાળિયેરના તોરણ?
ગામના આગેવાનોએ કહ્યું ગામ લોકોમાં માન્યતાઓ છે, જેને કારણે ગામ લોકો વેક્સિન નથી લેતા. આ ગામની 23000 હજારની વસ્તી છે. ગામના અમુક વિસ્તારમાં વેક્સીન નથી લેતા. જુના ગામમાં લોકો વેક્સીન લે છે. પડવલા રોડ પર આવેલા પી.એચ.સી સેન્ટરમાં 53 લોકોએ વેક્સીન લીધી. શીતળા માતા મંદિર પાસે પી.એચ.સી સેન્ટરમાં માત્ર 5 ટકા લોકો જ વેક્સીન લીધી.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. બીજી તરફ સરકાર રાજ્યમાં કોરોના રસીકરણ વધી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનામાં અંધશ્રદ્ધા વધી રહી છે. રાજકોટ જિલ્લાના લોધીકા પારડી ગામે કોરોનાને લઈને માન્યતાઓ છે કે, ગામમાં તોરણ બાંધવામાં આવ્યું કે જેનાથી કોરોનાનો આવે.
ગામના આગેવાનોએ કહ્યું ગામ લોકોમાં માન્યતાઓ છે, જેને કારણે ગામ લોકો વેક્સિન નથી લેતા. આ ગામની 23000 હજારની વસ્તી છે. ગામના અમુક વિસ્તારમાં વેક્સીન નથી લેતા. જુના ગામમાં લોકો વેક્સીન લે છે. પડવલા રોડ પર આવેલા પી.એચ.સી સેન્ટરમાં 53 લોકોએ વેક્સીન લીધી. શીતળા માતા મંદિર પાસે પી.એચ.સી સેન્ટરમાં માત્ર 5 ટકા લોકો જ વેક્સીન લીધી.
નીતિન પટેલે કોરોનાની વેક્સિનને લઈને લોકોની અંધશ્રદ્ધા મુદ્દે શું આપ્યું મોટું નિવેદન? કોની સામે પગલા ભરવાની કરી જાહેરાત?
ગાંધીનગરઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની રસીને લઈને લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને લઈને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી વધારાનો વેક્સિનનો જથ્થો મળ્યો છે, જેથી 18 થી 45 વર્ષનાં યુવાનોને પૂરા રાજ્યમાં વેક્સિન મળશે. આજથી દરરોજ 3 લાખ લોકોને વેક્સિન અપાશે. 45 પ્લસ ઉંમરનાં લોકોને પણ વેકસીન આપવામાં આવી રહી છે. કમનસીબે કેટલીક જ્ઞાતિઓ, કેટલાક વર્ગ અને કેટલાંક લોકો વેક્સિન નથી લઇ રહ્યા.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ગામડાઓમાં પણ લોકો વેક્સિન માટે તૈયાર નથી. અમે સાધુ સંતો, અમારાં હોદેદારો લોકોને સમજાવે તે પ્રકારનાં પ્રયાસો કરી રહ્યા છીએ. ઓછા સમજુ, વ્હેમવાળા કે અંધશ્રધ્ધાવાળા લોકો વેક્સિન લેતા નથી. જાહેરમાં વેક્સિનનો અપપ્રચાર કરતા હોય તેવા લોકો અમારી સામે આવશે તો અમે તેમને પકડીને એપીડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીશું.
ઓક્સિજન ચકાસણીના કારણે મ્યુકરમાઈકોસિસના કેસ પર નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આવુ કોઈ વૈજ્ઞાનિક રીતે કે તારણ ધ્યાનમાં આવ્યુ નથી. અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. બીજી તરફ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા મનોવૈજ્ઞાનિક ભવનને જવાબદારી સોંપવામાં આવી છે. કાલથી ગામડાઓમાં જશે અને સર્વે કરી જાગૃત લાવવાના પ્રયાસો હાથ ધરશે. મનોવૈજ્ઞાનિક ભવનમાં 50 લોકોની ટીમ કામે લાગશે.
રાજકોટમાં અંધશ્રદ્ધાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મનોવૈજ્ઞાનિક ભવનના પ્રાથમિક સર્વેમાં ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. કોરોના કાળમાં અંધશ્રદ્ધામાં વધારો થયો. પ્રાથમિક સર્વેમાં જ ચોંકવાનારો ટકાવારી આવી સામે. કોરોનાના કહેરમાં 36 ટકા લોકોમાં અંધશ્રદ્ધામાં થયો વધારો.