Corona Vaccination : રાજકોટના યુવાનોમાં મતદાન કરતાં પણ વેક્સિન માટે જબરજસ્ત ઉત્સાહ, અમદાવાદમાં રજિસ્ટ્રેશનમાં તકલીફ
રાજકોટમાં 18 વર્ષથી ઉપરના યુવકોને કોરોનાની રસી આપવાની શરૂઆત, યુવનોમાં જબરજસ્ત ઉત્સાહ. રાજકોટના રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બહાર 500 જેટલા યુવાનો વેક્સિન લેવા માટે લાઈનોમાં જોવા મળ્યા હતા.
રાજકોટઃ ગુજરાતના 10 શહેરોમાં આજથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં વેક્સિનને લઈને યુવાનોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટના રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બહાર 500 જેટલા યુવાનો વેક્સિન લેવા માટે લાઈનોમાં જોવા મળ્યા હતા. મતદાન કરતાં પણ વેક્સિન લેવા માટે યુવાનોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ અમદાવાદના એક સેન્ટર પર યુવાનોની લાઇન લાગી હતી. જોકે, આ યુવાનોને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તેમનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ ગયું હોવાની ફરિયાદ કરી હતી.
કચ્છ જિલ્લામાં આજે 5 તાલુકામાં 18થી 45 વર્ષની ઉંમરની વ્યક્તિને રસી આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લામાં પૂર્વ કચ્છના 2 અને પશ્ચિમ કચ્છના 3 તાલુકામાં આજે 18થી 45 વર્ષની વયની તમામ વ્યક્તિઓને કોવિડ19ની રશી આપવામાં આવશે. પૂર્વ કચ્છમાં ભચાઉ સી.એચ.સી,આધોઇ પી.એચ.સી.ગાંધીધામ રામબાગ એસ.ડી.એચ, અદિપુરમાં યુ.એચ.સી માં વેકસીન આપવામાં આવશે.
પશ્ચિમ કચ્છમાં ભુજ વ્યાયામશાળા યુ.એચ.સી,માધાપર પી.એચ.સી. માંડવી એસ.ડી.એસી. તલવાણા પી.એચ.સી. નખત્રાણા સી.એચ.સી.વિથોન પી.એચ.સીમાં વેક્સિન આપવામાં આવશે.
આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ છે અને આજથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન અપાશે. ગુજરાત સહિત દેશભરમાં આજથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાશે. જે અંતગર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આજથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સિન અપાશે. આ માટે તમામ લોકોએ cowin.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
આ 10 જિલ્લામાં રસી અપાશે
- કચ્છ
- મહેસાણા
- ગાંધીનગર
- ભરૂચ
- રાજકોટ
- જામનગર
- અમદાવાદ
- સુરત
- વડોદરા
- ભાવનગર
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046 પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72 ટકા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6, બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોત સાથે કુલ 173 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396, જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267, બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179, ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.