મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઈનો આખો પરિવાર કોરોનાથી સંક્રમિત, જાણો કેવી રીતે બન્યા ભોગ
વિજય રૂપાણીના ભાઇ લલિત રૂપાણીના પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. અનિમેષ રૂપાણી સહિત પાંચ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તમામ હોમ આઈસોલેટ થયા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ તાંડવ મચાવી રહ્યું છે. રોજ કેસના નવા રેકોર્ડ (Gujarat Corona Cases) બની રહ્યા છે. જેમાં સૌથી વધુ હાલત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઈના (CM Vijay Rupani) પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે.
વિજય રૂપાણીના ભાઇ લલિત રૂપાણીના (Lalit Rupani) પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. અનિમેષ રૂપાણી સહિત પાંચ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તમામ હોમ આઈસોલેટ થયા છે. કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેમનો પરિવાર કોરોના સંક્રમિત થયો હોવાનું કહેવાય છે.
ચૂંટણી પછી કોરોના બોમ્બનો વિસ્ફોટ થયા પછી ચેઈન રિએક્શન શરુ થયું છે અને હવે રાજકોટ સહિત અનેય શહેરોમાં કોરોનાના કેસો નવા નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. મંગળવારે રાજકોટમાં રેકોર્ડબ્રેક એક દિવસમાં જ સત્તાવાર ચોપડે ૩૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુ આંક સતત વધતો જાય છે, દર કલાકે એક દર્દી અંતિમ શ્વાસ લે છે અને સરકારી સૂત્રો અનુસાર કોરોના સારવાર લેતા ૧૯ દર્દીઓએ દમ તોડી દીધો હતો.
શહેરમાં કુલ કેસની સંખ્યા 20396 પર પહોંચી છે. રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 28083 થયો છે. શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારગામના લોકો રાજકોટમાં સારવાર કારગત ન નિવડે અને મોતને ભેટે ત્યારે સ્થાનિક સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાતી હોય છે અને આ માટે માત્ર ચાર સ્મશાનોમાં જ ઈલેક્ટ્રીક ભઠ્ઠીની સગવડ હોય અંતિમક્રિયામાં પણ વેઈટીંગ થયું છે.
Corona Update: કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 1.15 લાખથી વધુ કેસ નોંધાતા હાહાકાર