રાજકોટમાં ઝડપાયો નકલી ડોક્ટર, રેસ્ટોરન્ટમાં કોરોના દર્દીઓને આપતો સારવાર અને.....
નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18 હજાર રૂપિયા ચાર્જ વસુલતા હતા.
રાજકોટમાં ફરી એકવાર નકલી ડોક્ટર ઝડપાયો છે. રેસ્ટોરન્ટમાં કોરોના દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટર હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હેમંત રાજાણી અને તેનો પુત્ર શ્યામ રાજાણી રેસ્ટોરેન્ટમાં કોઈપણ જાતની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18 હજાર રૂપિયા ચાર્જ વસુલતા હતા. હાલ તો પિતા હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે અને પુત્ર શ્યામ રાજાણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13804 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 142 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત કોર્પોરેશનમાં 19, રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10, સુરત-2, મહેસાણમાં 4, જામનગર કોર્પોરેશન-9, બનાસકાંઠા-5, જામનગર-5, વડોદરા-6, ભાવનગર કોર્પોરેશન-4, પાટણ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, ભાવનગર 4, ગાંધીનગર 2, દાહોદ 1, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, વલસાડ 2, ભરૂચ 3, મહીસાગર 1, રાજકોટ 3, સુરેન્દ્રનગર 4, પંચમહાલ 1, સાબરકાંઠા 6, મોરબી 4, અમદાવાદ 1, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 4 અને બોટાદમાં 2ના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5411, સુરત કોર્પોરેશનમાં 2176, સુરત 641, રાજકોટ કોર્પોરેશન- 626, વડોદરા કોર્પોરેશન-546, મહેસાણા-476, જામનગર કોર્પોરેશન-354, બનાસકાંઠા-278, જામનગર-253, કચ્છ-210, વડોદરા-170, ભાવનગર કોર્પોરેશન-166, પાટણ-165, ગાંધીનગર કોર્પોરેશન-163, ભાવનગર 136, ખેડા 129, ગાંધીનગર 117, દાહોદ 115, જૂનાગઢ 110, જૂનાગઢ કોર્પોરેશન 108, નવસારી 108, વલસાડ 107, ભરૂચ 106, મહીસાગર 93, રાજકોટ 93, સુરેન્દ્રનગર 93, તાપી 89, અમરેલી 87, ગીર સોમનાથ 85, પંચમહાલ 83, સાબરકાંઠા 79, મોરબી 61, અમદાવાદ 59, અરવલ્લી 59, આણંદ 52 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.