500 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપ પર વિજય રૂપાણીએ કોગ્રેસના ક્યા નેતાને મોકલી નોટિસ, જાણો શું આપી ચીમકી?
રૂપાણીએ કહ્યું કે કોગ્રેસે મારી રાજકીય કારકિર્દી પર દાગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાથી પરત ફર્યા બાદ વિજય રૂપાણીએ કોગ્રેસ સામે કાર્યવાહી શરૂ કરી હતી
ગાંધીનગરઃ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોગ્રેસના નેતા સુખરામ રાઠવાને નોટિસ મોકલી હતી. મળતી જાણકારી અનુસાર કોગ્રેસ નેતાએ વિજયભાઇ રૂપાણી પર 500 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જે મામલે વિજય રૂપાણીએ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. વિજય રૂપાણીએ વકીલમારફતે વિપક્ષના નેતા સુખરામ રાઠવાને નોટિસ મોકલી હતી. રાજકોટ-કોંગ્રેસ દ્ધારા પૂર્વ મુખ્યમંત્રી પર 500 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી.
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને આણંદપરની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો.ખોટા આરોપ લગાવનાર કોગ્રેસને જાહેરમાં માફી માંગવાની રૂપાણીએ નોટિસ મોકલી હતી. રૂપાણીએ નોટિસમાં ચીમકી આપી હતી કે 15 દિવસમાં કોગ્રેસ માફી નહી માંગે તો બદનક્ષીનો કેસ કરવામાં આવશે.
રૂપાણીએ કહ્યું કે કોગ્રેસે મારી રાજકીય કારકિર્દી પર દાગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાથી પરત ફર્યા બાદ વિજય રૂપાણીએ કોગ્રેસ સામે કાર્યવાહી શરૂ કરી હતી. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કોગ્રેસના નેતાઓના નામ સાથે નોટિસ મોકલવામાં આવી છે. રૂપાણીએ કહ્યું કે જમીનની કિંમત જ 500 કરોડ નથી તો 500 કરોડનું કૌભાંડ કેવી રીતે થાય? વિરજી ઠુમ્મરે જમીનની કિંમત 80 કરોડ રૂપિયા નક્કી કરી તો 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કેવી રીતે થાય?
IND vs SL, 3rd T20:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો