પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈને ગાર્ડ ઓફ ઓનર અપાયું, ગૃહ મંત્રી અમિત શાહે અંજલીબેનને સાંત્વના પાઠવી
12 જૂને (ગુરુવારે) અમદાવાદમાં પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ યોજાઈ છે.

રાજકોટ: 12 જૂને (ગુરુવારે) અમદાવાદમાં પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ યોજાઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. સંપૂર્ણ સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, વરસાદ વરસતા લોકો કહી રહ્યા છે કે,આકાશ પણ રહી રહ્યું છે.
#WATCH | Rajkot | Former Gujarat CM Vijay Rupani was given a 21-gun salute. The last rites of the former CM are being performed with full state honours.
— ANI (@ANI) June 16, 2025
Union Home Minister Amit Shah and Gujarat Governor Acharya Devvrat are also present pic.twitter.com/8i0PycBJmI
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેંદ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિતના નેતાઓએ સ્વ વિજય રૂપાણીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દિવંગત વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને પહોંચતા તમામ લોકો શોકમાં ગરકાવ થયા હતા. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નારા ગુજ્યાં હતા.
વિજયભાઇ અમર રહોના નારા લાગ્યા
સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી.એરપોર્ટથી રાજકોટના વિવિધ માર્ગો પર ફરી પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લઇ જવાતા વાતાવરણ ભારેખમ થઇ ગયુ હતુ અને વિજયભાઇ અમર રહોના નારા લાગ્યા હતા. ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને લવાતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
પરિવાર પાર્થિવ દેહ માટે હોસ્પિટલ પહોંચ્યો પરિવાર માટે આ ખૂબ જ કપરી ઘડી હતી. જ્યારે પરિવાર તાબૂત પાસે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા તો તેમનો ધીરજનો બાંધ તૂટી ગયો હતો. અજંલિ બેન તેમના પતિ વિજયભાઇ રૂપાણીના અંતિમ દર્શન કરતા રડી પડ્યાં હતા. તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા ત્યારબાદ તેમના પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા હતા અને તેમણે પિતાના અંતિમ દર્શન કર્યાં હતા. પરિવાર આ ક્ષણે ખૂબ જ ભાવુક થઇ ગયો હતો.
અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા
અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી. જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.






















