શોધખોળ કરો
Advertisement
ગોંડલની જેલમાં નિખિલ દોંગા ગેંગને સુવિધા પુરી પાડવાના ગુનામાં જેલર સામે GUJCTOC હેઠળ ફરિયાદ, 7 દિવસના રીમાન્ડ મંજુર
પોલીસે નિખિલ ગેંગના 12 ઉપરાંત હવે 13માં આરોપી તરીકે જેલર ડી.કે.પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી GUJCTOC હેઠળ 7દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની માહિતી સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
બાદમાં જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા તેની ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા જે પૂછપરછ દરમિયાન જેલરની મુખ્ય ભૂમિકા સામે આવતા આજે પોલીસે જેલર ડીકે પરમાર સામે પણ GUJCTOC હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસે નિખિલ ગેંગના 12 ઉપરાંત હવે 13માં આરોપી તરીકે જેલર ડી.કે.પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી GUJCTOC હેઠળ 7દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેલર ની પૂછપરછ દરમિયાન જેલના અન્ય કોઈ સાથી કર્મચારીઓની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement