કેરીના રસીકો માટે સારા સમાચારઃ માર્કેટિંગ યાર્ડમાં કેરીનું આગમન, જાણો 10 કિલો કેરીના શું છે ભાવ?
કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કંટાળા,જસાધાર,ઉના,તાલાલા સહિતના પંથકમાંથી કેસર કેરીની આવકો જોવા મળી છે. ત્યારે યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 1200થી 1500 બોક્સની આવક થવા પામી છે.
રાજકોટઃ ઉનાળા(Summer)ની શરૂઆત થતાં જ કેરીના રસિકો (Mango) જેની રાહ જોતા હોય છે, તે કેસર કેરી (Kesar mango) નું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Marketing Yard)માં મીઠી મધુર કેસર કેરીનું આગમન થયું છે. સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે.
આ વર્ષે બજારમાં કેસર કેરીનું આઠથી દસ દિવસ વહેલુ આગમન થવા પામ્યું છે. કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કંટાળા,જસાધાર,ઉના,તાલાલા સહિતના પંથકમાંથી કેસર કેરીની આવકો જોવા મળી છે. ત્યારે યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 1200થી 1500 બોક્સની આવક થવા પામી છે.
આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોકસના ભાવ રૂપિયા 800/-થી લઈને 1400/- સુધીના બોલાયા હતાં. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીની સિઝન વહેલી શરૂ થવાની સાથે લાંબી ચાલે તેમ છે. તો બીજી તરફ સિઝનના પ્રારંભની સાથે કેસર કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યાં છે.
ગૃહમાં કેરીના પાક વિશે ચર્ચા
કેસર કેરી નો પાક 80 ટકા નિષ્ફળ ગયો છે. વાતાવરણ માં થયેલા ફેરફાર ની અસર કેસર કેરી પર થઈ છે. બાગાયતી પાકો ને પાક વીમા માં સમાવવા જોઈએ. કેસર કેરી ને નુકશાન જતા ખેડૂતો ને સહાય જાહેર કરવી જોઈએ. ભગા બારડે ગૃહ માં વિધેયક પર ચર્ચા દરમિયાન કરી સરકારને રજુઆત કરી હતી.
કેસર કેરીનો ગઢ એવા ગીર પંથકમાં કેરીના બગીચાઓમાં કેરીનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોના બગીચાઓમાં માત્ર 20 ટકા જ કેરી બચી છે. કેરી રસિકો માટે આગામી મહિનામાં કેસરની સિઝન આવી રહી છે, પરંતુ તે પહેલા જ કેસર પકાવતા ખેડૂતો રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. કારણ કે તાલાલા અને ગીર વિસ્તાર ના કેસર ના બગીચાઓ પર માત્ર 20 ટકા જેટલો જ પાક બચ્યો છે.
ખેડૂતો પોતાના કેસરના બગીચાઓમાં પાકને બચાવવા મથી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વાતાવરણ કેરીના પાક ને અનુકૂળ આવતું નથી. ઉપરથી એક બે નહિ પણ ચાર પ્રકાર ના રોગ જોવા મળી રહ્યા છે. કેસર આંબાના બગીચાઓમાં ફૂગ, મઢીઓ અને સફેદ ફ્લાઈ જોવા મળી રહી છે. અમે સતત નિયમ મુજબ દવાનો છટકાવ કરી રહ્યા છે છતાં પાક બચાવવામાં નિષફળ થયા. પહેલા ફલાવરિંગ આવ્યું તે 50 ટકા વાતાવરણ ના કારણે ખરી પડ્યું. પછી ખાખડી બાજી તે હવે મઢીઓ અને ઈયળ ના કારણે ખરી પડી છે. હવે માત્ર 10 થી 20 ટકા પાક બચ્યો