Rajkot: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ તહેવારો પહેલા ઘટ્યા, જાણો શું છે ડબ્બાનો રેટ ?
ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે, આ સિઝનમાં શરૂ થાય તે પહેલા સામાન્ય માણસ અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે,
Edible Oil: ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે, આ સિઝનમાં શરૂ થાય તે પહેલા સામાન્ય માણસ અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે, ખરેખરમાં, રાજકોટમાં આજે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારો પહેલા રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ઘટ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સાતમ-આઠમના તહેવારો આવી રહ્યાં છે, આ પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે, રાજકોટમાં સિંગતેલમાં 10 રૂપિયા અને અને કપાસિયા તેલમાં 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખાદ્યતેલ માર્કેટમાં સિંગતેલનો ડબ્બો 2950 થી 3000 રૂપિયામાં વેચાઇ રહ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1610 થી 1660 રૂપિયા સુધીનો છે. આ બન્ને તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે. જોકે, હજુ પણ વેપારીઓનો અંદાજ છે કે ભાવમાં ઘટાડો આવી શકે છે.
ગુજરાત ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠને પ્રધાનમંત્રીને પત્ર લખી શું કરી માંગ ?
રાજકોટ ગુજરાત ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠનનો પ્રધાનમંત્રી પત્ર લખી ખાદ્યતેલના આયાત પર અંકુશ મુકવા માંગ કરી છે. ખરીફ પાકની સિઝન નવેમ્બરથી શરૂ થાય તે પહેલાં અમલ કરવા માંગ કરવામાં આવી છે. નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 સુધીમાં ખાદ્યતેલની આયાત 160 લાખ ટન સુધી જવાની શક્યતા છે. આયાત પર નિયંત્રણ મુકવાથી ખાદ્યતેલમાં આંશિક વધારો આવશે પણ લાંબા ગાળે ફાયદો પણ થશે
ગત વર્ષ કરતાં આ વર્ષે થયું છે ઓછું ઉત્પાદન
ખાદ્યતેલોની આયાત પર નિયંત્રણ મૂકવામાં આવે તો સ્થાનિક તેલીબિયાના ભાવ જળવાઈ રહેશે, જેનાથી ખેડૂતો વેપારીઓ અને ઓઈલ મિલરોને ફાયદો થશે. ગત વર્ષ 17.09 લાખ હેકટર મગફળીનું વાવેતર હતું, આ વર્ષે 16.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે કરતા આ વર્ષે મગફળીનું વાવેતર 4 ટકા ઘટ્યું છે. ગયા વર્ષે 24 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું.
હાલ શું છે સીંગતેલના ડબ્બાનો ભાવ
ગુજરાતમાં સાતમ આઠમના તહેવાર પહેલા રાહતના સમાચાર આવ્યા છે. સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને મોટી રાહત થઈ છે. તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં નરમાશ આવી છે. આજે સીંગતેલમાં ડબ્બે રૂ.15નો ઘટાડો નોંધાયો છે. આમ, 4 દિવસમાં સિંગતેલના ડબ્બે 70 રૂ.નો ઘટાડો થયો છે. રાજકોટ ખાદ્યતેલ માર્કેટના અપડેટ અનુસાર, આજના લેટેસ્ટ ભાવ અનુસાર 15 કિલો સીંગતેલના ડબ્બાનો ભાવ 2975 થી 3025 જોવા મળી રહ્યો છે. તો કપાસિયા તેલનો ભાવ 1625 થી 1675 રૂપિયા થયો છે. આ ઉપરાંત પામોલિન તેલનો ભાવ 1390 થી 1395 રૂપિયે ડબ્બો થયો છે. મગફળીની આવક અને ઉત્પાદનના આંકડાને લઈ સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળતા વેપારીઓ તથા નાગરિકોમાં રાહત જોવા મળી રહી છે. હજી ચાર દિવસ પહેલા જ સિંગતેલના ડબ્બે રૂપિયા 40 નો ઘટાડો થયો હતો. હાલમાં નવી મગફળીની આવક પણ શરૂ થઇ ગઈ છે. નવી આવક વધવાને કારણે ઓઇલમિલમાં પિલાણ વધવાની અને ભાવ કાબૂમાં આવશે તેવી આશા સેવાઈ રહી હતી. પરંતુ નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ હોવા છતાં લોકોને નિરાશા મળી છે. હવે દિવાળી સુધી ખાદ્યતેલની ડિમાન્ડ યથાવત રહેશે.