(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભાજપ સરકાર પર શું કર્યા પ્રહાર ?
Gujarat Election: કોંગ્રેસના આગ્રાણી સિદ્ધાર્થ પટેલ, સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ધીમે ધીમે પ્રચાર જામી રહ્યો છે. આ દરમિયાન આજે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભાજપ સરકારપર આકરા પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેઘા પાટકર લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. કોંગ્રેસના આગ્રાણી સિદ્ધાર્થ પટેલ, સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.
રઘુ શર્માએ શું કહ્યું....
ગુજરાતમાં બે રોજગારી છે, મોંઘવારી છે
22 જેટલા પેપર લિક થયા છે
કોરોનાની મહામારીમાં સરકાર નિષ્ફળ રહી
મહામારીમાં રેમડેસિવર ઇન્જેક્શનની ઘટ સર્જાઈ હતી
ગુજરાત ડ્રાય સ્ટેટ છે છતાં અહીંયા ઝેરી દારૂથી અનેક લોકોના મોત થયા
ગુજરાતમાં દારૂ ની હોમ ડિલીવરી થાય છે.
ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સુરત મજુરા વિધાનસભાના મૂળ રાજસ્થાની પરિવારના સુધા નહટા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2012 થી જોડાયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. 2012થી ભાજપમાં સક્રિય રહીને તેમણે અલગ અલગ હોદ્દા ઉપર કામ કર્યા છે. તેમના કહેવા મુજબ ભારતીય જનતા પાર્ટીમાં હાલ વ્યક્તિ પૂજા વધુ કરવામાં આવી રહી છે. પક્ષની આંતરિક જૂથવાદની રાજનીતિના કારણે તેમણે ભાજપમાંથી બહાર જવાનું પસંદ કર્યું છે.