(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: સૌરાષ્ટ્રની આ હાઇ પ્રોફાઇલ સીટ પર ઉમેવારે કર્યો બળદગાડામાં પ્રચાર, જુઓ તસવીરો
Gujarat Election 2022: રાજકોટ દક્ષિણ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા વચ્ચે જંગ છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો. રાજકો દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરાએ હરિ ઘવા રોડ પર બળદ ગાડામાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ નેતાનો અનોખો પ્રચાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
રાજકોટ દક્ષિણ બેઠકમાં ત્રિપાંખીયો જંગ
રાજકોટ દક્ષિણ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા વચ્ચે જંગ છે.
મહેસાણામાં પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ પાટીદારોના ગઢ મહેસાણામાં પ્રચંડ પ્રચાર કર્યો. મહેસાણા જિલ્લા ભાજપના તમામ ઉમેદવારો પીએમ સાથે મંચ પર હાજર રહ્યા. નીતિન પટેલ સહિતના તમામ નેતાએ પીએમ મોદીને આવકાર્યા. પીએમ મોદીએ કહ્યું, મહેસાણાની માટીએ મને મોટો કર્યો છે એટલે હું તમામ કાર્ય કરી શકું છું. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે ન તો ભૂપેન્દ્ર લડે છે. આ વખતની ચૂંટણી ગુજરાતની જનતા લડે છે. બધે એક જ નારો ગુંજે છે, ફિર એકબાર મોદી સરકાર.
મહેસાણાનો દિકરો હોવાના નાતે મહેસાણા જિલ્લાનો સર્વાંગિક વિકાસ પર ધ્યાન આપ્યું. મહેસાણાની વિરાસત જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો. મહેસાણાની રેલ કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કર્યો. સોલિડ વિઝન સાથે મહેસાણા વિકાસના પંથે અગ્રેસર, મહેસાણા મારું મહેસાણાના લોકો મારા. હું આજે મારા ઘરમાં છું. મહેસાણાના લોકો મહત્તમ મતદાન કરીને રેકોર્ડ તોડશે. મહેસાણાના ગામેગામ ભાજપની જીત નક્કી. મહેસાણા જિલ્લાના વડીલોના આશીર્વાદથી મહેસાણાના દિકરાની કાર્યક્ષમતામાં વધારો થશે.
લોકોએ મને નામ પર મત આપ્યા છે, પાર્ટીના નામ પર નહીંઃ કાંધલ જાડેજા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, લોકોએ મને મારા નામ પર મત આપ્યા છે, NCPના નામ પર નહી.
શું કહ્યું કાંધલ જાડેજાએ
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કાંધલ જાડેજાએ કહ્યું, જ્યારે હું 2012માં NCPને અહીં લાવ્યો હતો, ત્યારે કોઈને તેના વિશે ખબર નહોતી. મેં બે વાર ચૂંટણી લડી અને જીતી. લોકોએ મારા નામ પર મત આપ્યા. મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, બધાએ અનુસર્યું અને રાજીનામું આપ્યું. NCP ગુજરાતમાં સમાપ્ત. થઈ જશે. હું હવે સાયકલ પર દોડ્યો છું. કુતિયાણાના સપાના ઉમેદવાર કાંધલ જાડેજાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું લોકો તેમના પારિવારિક પૃષ્ઠભૂમિને જોતા ડર કે પ્રેમથી તેમને મત આપે છે ? તેના જવાબમાં કહ્યું- જો તમે મને 80-90 ના દાયકામાં આ પૂછ્યું હોત, તો મેં કહ્યું હોત - ડરથી. ત્યારે બેલેટ પેપર હતું. હવે ઈવીએમ છે. મારા કામના કારણે લોકો મને વોટ આપે છે.