શોધખોળ કરો

રાજકોટમાં એક જ દિવસમાં કોરોના ગાઇડલાઇનથી કેટલા લોકોના અંતિમસંસ્કાર? આંકડો જાણીને ચોંકી જશો

રાજકોટમાં કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી છે. રાજકોટના સ્મશાન અને કબ્રસ્તાનમાં થયેલ અંતિમવિધિના આંકડા સામે આવ્યા છે. રાજકોટમાં કોરોનાથી 24 કલાકમાં 31 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

રાજકોટ: શહેરમાં એક જ દિવસમાં કોરોના ગાઈડલાઈન (Corona guideline) મુજબ થયેલ અંતિમવિધિના આંકડા સામે આવ્યા છે. કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી છે. રાજકોટના સ્મશાન (Rajkot Smashan) અને કબ્રસ્તાન (Kabrastan) માં થયેલ અંતિમવિધિના આંકડા સામે આવ્યા છે. 

બાપુનગર સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 18 અંતિમવિધિ કરવામાં આવી છે. મોટા મોવા સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 12 અંતિમવિધિ કરવામાં આવી છે. મવડી સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 11 અંતિમવિધિ કરવામાં આવી છે. રામનાથપરા સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 9 અંતિમવિધિ કરવામાં આવી છે. કબ્રસ્તાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 3 અંતિમવિધિ કરવામાં આવી છે. 

રાજકોટમાં કોરોનાથી 24 કલાકમાં 31 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) બેકાબૂ બની ગયું છે. રોજ રોજ કેસના નવા રેકોર્ડ બની રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સ્થિતિ ચિંતાજનક છે.  અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાનો (Rajkot Corona Cases) ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

કેટલા બાળકો રોજ આવી રહ્યા છે ઝપેટમાં

શેહરમાં બાળકો પણ હવે કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. છેલ્લા 15 દિવસથી શહેરમાં રોજના 30 જેટલા બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona Positive) આવી રહ્યા છે. સિવિલમાં 16 અને વોકહાર્ટમાં 4 બાળકો કોરોનાની સારવારમાં છે. માત્ર બે દિવસના નવજાત બાળકનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાના માત્ર 7 દિવસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 500 બાળકોનો કોરોનો પોઝિટિવ આવ્યોછે.

60 ટકા 5 વર્ષથી નાની વયના

ડોક્ટરના કહેવા મુજબ, રોજના આશરે 30 કેસમાંથી 60 ટકા 5 વર્ષથી નીચેની ઉંમરના હોય છે.  બાળકોમાં રોગની તીવ્રતા ઓછી હોવાથી તેમને જરૂરી દવા-ઈન્જેક્શન આપીને હોમ આઇસોલેટ (Home Isolate) રાખવામાં આવે છે.  નાના બાળકોને કોરોના હોવા છતાં તેની સંભાળ પરિવારજનોએ જ રાખવી પડે છે. જેના કારણે તેમને પણ કોરોના થવાનો ખતરો રહે છે.

રાજકોટમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજકોટ શહેરમાં મંગળવારે 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 64 સહિત કુલ 385 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં આવેલા કેસ કરતા ઘણા વધારે છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર છ જ દિવસમાં કોરોનાના કેસમાં 6 ટકાનો વધારો નોંધાયો છે અને દરરોજ 1 ટકાના દરે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલની સ્થિતિએ કુલ કેસની સંખ્યા 28468 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસ 1927 છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Embed widget