ગુજરાતમાં સ્કૂલો 1 ફેબ્રુઆરીથી ઓફલાઈન શરૂ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી વાઘાણીની મોટી જાહેરાત ?
વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.
![ગુજરાતમાં સ્કૂલો 1 ફેબ્રુઆરીથી ઓફલાઈન શરૂ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી વાઘાણીની મોટી જાહેરાત ? Gujarat Education Minister Jitu Vaghani big reaction about offline education on Republic day 2022 ગુજરાતમાં સ્કૂલો 1 ફેબ્રુઆરીથી ઓફલાઈન શરૂ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી વાઘાણીની મોટી જાહેરાત ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/26/687a8b1d07292f787d83d5a3cdf23a2c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 1થી ધોરણ 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે. આ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે, રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.
રાજ્યમાં કોરોનાન કેસો ઘટતાં સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે 1 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામા આવે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકારે આ અંગે પરિસ્થિતીની સમીક્ષા કરીને નિર્ણય લેવાનું સંચાલક મંડલ જણાવ્યું હોવાનો સૂત્રોનો દાવો છે.
હાલમા રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી લહેર જેવી ભયાવહ સ્થિતિ નથી. આ ઉફરાંત મહારાષ્ટ્રમાં પ્રી પ્રાયમરીથી માંડી ધોરણ 12 સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે ત્યારે રાજ્યની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા અને ત્રીજી લહેર શરૂ થઈ જતાં રાજ્ય સરકારે ધોરણ 1થી ધોરણ 9માં 8 જાન્યુઆરીથી ઓફલાઈન એટલે કે કલાસરૂમ શિક્ષણ બંધ કરી દેવાયુ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે રાજ્ય સરકાર દ્વારા 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી ધોરણ 9ના વર્ગો બંધ કરવામા આવ્યા છે જ્યારે ધોરણ 12 અને ધોરણ 12ના વર્ગો હાલ ઓફલાઈન ચાલી રહી છે.
ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા કોરોનાના કેસ 25 હજાર સુધી પહોંચ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી કેસ સતત ઘટી રહ્યા છે. સોમવારે સૌથી ઓછા 13 હજાર જેટલા કેસ નોંધાયા છે. આ કારણે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત દ્વારા સોમવારે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામા આવી છે કે, ગુજરાતમાં બીજી લહેર જેવી પરિસ્થિતિ નથી. મહારાષ્ટ્રમાં પણ ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ હતા પણ હવે કેસો ઘટતાં સ્કૂલો ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતમાં હાલ સ્થિતિ કાબુમાં છે અને બાળકોનું રસીકરણ પણ 94 ટકા જેટલુ પૂર્ણ થઈ ગયુ હોવાથી ગુજરાતમાં ધોરણ 1થી ધોરણ 9ની સ્કૂલોમાં 1 ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)