શોધખોળ કરો

Gujarat Election 2022 : આપ અલ્પેશ કથીરિયાને કઈ બેઠક પરથી ઉતારી શકે છે મેદાનમાં, કોની ટિકિટ કપાશે?

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરીયાને ગોંડલથી ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. 

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરીયાને ગોંડલથી ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. 

કથીરિયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર મનીષા ખૂંટનું નામ જાહેર કર્યું તેમાં બદલાવ આવે તેવી શકયતા છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાના સમર્થનમાં આવી શકે છે.

Gujarat AAP CM Candidate : આજે આપ જાહેર કરશે મુખ્યમંત્રી પદના ઉમેદવાર, જાણો સંપૂર્ણ વિગત

Gujarat Assembly Election 2022: આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રી પદ માટે આ નામ છે રેસમાંઃ

અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Gujarat Election 2022 : 'એક બેઠક નથી મળવાની તેઓ સીએમ પદના ચહેરના ઘોષણા કરે તે હાસ્યાસ્પદ'

Gujarat Assembly Election 2022: આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. ત્યારે ભાજપની આપના મુખ્યમંત્રી પદના ચહેરાની જાહેરાતને લઈને પ્રતિક્રિયા સામે આવી છે.

ગુજરાતીમાં બોલીને ગુજરાતીઓના મત મેળવવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી કેબીનમાં કેમ ગાંધીજી અને સરદારજીની પ્રતિમા ના હતી? તેઓ સવાલ ભાજપ નેતા ભરત ડાંગરે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, 8મી ડિસેમ્બરે કમળ ખીલશે. જ્યારે ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું કે, સમાજ બધા જ ચહેરાને જોઈ રહ્યો છે. એક બેઠક નથી મળવાની તેઓ સીએમ પદના ચહેરના ઘોષણા કરે તે હાસ્યાસ્પદ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Protest News:  નેપાળમાં રાજકિય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામુ
Nepal Protest News: નેપાળમાં રાજકિય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામુ
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Surat Police : ડ્રગ્સ પેડલરોને પકડી વાહવાહી લૂંટતી સુરત પોલીસ બાળકને શોધવામાં નિષ્ફળ
Amreli Farmer: અમરેલીના સાવરકુંડલા-લીલીયાના ખેડૂતોનું  પ્રાંત અધિકારીને આવેદન
Congress Protest In Saurashtra University : સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
CCTV Footage: AMCના પાપે બે નિર્દોષના મોત, નારોલમાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત
Nepal Gen Z Protest: નેપાળમાં ઓલી સરકારના ભ્રષ્ટાચાર સામે યુવાનોનો સતત બીજા દિવસે આક્રોશ, અનેક મંત્રીઓના ઘરે પથ્થરમારો અને આગચંપી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Protest News:  નેપાળમાં રાજકિય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામુ
Nepal Protest News: નેપાળમાં રાજકિય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામુ
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Brain damage alert:  મિલ્કશેક મગજ માટે બની રહ્યું છે ઝેર! જો તમે પીતા હોવ તો માનો આ ચેતવણી
Brain damage alert: મિલ્કશેક મગજ માટે બની રહ્યું છે ઝેર! જો તમે પીતા હોવ તો માનો આ ચેતવણી
Weather: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસ્યો વરસાદ, લખપતમાં સૌથી વધુ 6.26 ઈંચ
Weather: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસ્યો વરસાદ, લખપતમાં સૌથી વધુ 6.26 ઈંચ
Asia Cup 2025 India: પાકિસ્તાન નહીં, એશિયા કપમાં આ ટીમ છે ભારત માટે સૌથી મોટો ખતરો
Asia Cup 2025 India: પાકિસ્તાન નહીં, એશિયા કપમાં આ ટીમ છે ભારત માટે સૌથી મોટો ખતરો
Embed widget