Gujarat Election : PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, મોદીની સભામાં ઉમટશે 1.5 લાખ લોકો
વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી ભાજપના ગઢ રાજકોટમાં સભા કરવાનમા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19મીએ રાજકોટ આવવાના છે. 6 હજાર કરોડના લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજકોટઃ વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી ભાજપના ગઢ રાજકોટમાં સભા કરવાનમા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19મીએ રાજકોટ આવવાના છે. 6 હજાર કરોડના લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવશે. ત્રણ ઓવરબ્રિજ, લાઈટ હાઉસ હાઉસીંગ પ્રોજેકટનું લોકાર્પણ થશે. એરપોર્ટથી રેસકોર્સ સભા મંડપ સુધી રોડ શો કરવાના છે.
રેસકોર્સમાં 1.5 લાખ લોકો એકત્ર કરવાનો અંદાજ છે. મેયર બંગલાને પણ શણગારવામાં આવ્યો. રેસકોર્સ ફરતે રોશનીથી ઝળહળાટ થશે. મનપા,જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના અગ્રણી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Gujarat Election : કેજરીવાલ આવતી કાલે ફરી આવશે ગુજરાત, ક્યાં ક્યાં ગજવશે સભા?
Gujarat Election : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17મી ઓક્ટોબરે ભાવનગર, મહેસાણા અને ડીસામાં જનસભાને સંબોધિત કરશે.
Gujarat : સંમેલનના નામે કડવા પાટીદારોનું વધુ એક શક્તિ પ્રદર્શન! જાણો સંપૂર્ણ વિગત
રાજકોટઃ રાજકોટ કડવા પાટીદારોનું સંમેલન મળશે. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સંમેલન મળશે. સિદસર ઉમિયા ધામ ખાતે 2024માં ઉમિયા માતાના પ્રાગટ્ય ને 125 વર્ષ પૂર્ણ થશે. મહોત્સવનું આયોજન કરવા અંગે ચર્ચા વિચારણા માટે સંમેલન મળશે. સંમેલનમાં સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારો હાજર રહેશે. બપોરે 1:30 કલાકે સંમેલન મળશે.
જો કે 2024ના મહોત્સવ અંગેનું સંમેલન દોઢ વર્ષ પૂર્વે બોલાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સંમેલનના નામે કડવા પાટીદારો નું વધુ એક શક્તિ પ્રદર્શન! તાજેતરમાં જુનાગઢ ખાતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના કડવા પાટીદારોનું સંમેલન બોલાવ્યું હતું.
Surat Crime : લગ્નની લાલચ આપી સગીરા સાથે યુવકે હોટલ-કાફેમાં વારંવાર બાંધ્યા સંબંધ, સગીરા પ્રેગ્નન્ટ થઈ ને પછી તો....
સુરતઃ ચોક બજાર વિસ્તારમાં 16 વર્ષય સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધી પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીજેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાને લગ્નની લાલચ આપી હોટલ અને કાફેમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ શારીરિક સંબંધને કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. જેની જાણ થતાં પ્રેમીએ તરછોડી દીધી હતી. માતાને સમગ્ર હકીકત ખબર પડતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચોક બજાર પોલીસે નરાધમ આરોપી મહાવીર ગૌતમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત એવી છે કે, શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતી સગીરાને અમરોલીના મહાવીર નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. એક જ મહિનાના સમયગાળામાં સગીરા સાથે યુવકે વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાને લગ્નની લાલચ આપી યુવક હોટલ અને કાફેમાં લઈ જઈ પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. જેને કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જોકે, સગીરા ગર્ભવતી થઈ જતા યુવકે તેને તરછોડી દીધી હતી. આ અંગે સગીરાની માતાને જાણ થતાં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.