શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Municipal Election 2021 Vote Counting LIVE Updates: સૌરાષ્ટ્રના કયા શહેરમાં કોંગ્રેસ પ્રમુખની થઈ હાર? જાણો હાર મુદ્દે શું કહ્યું?
શહેર કોંગ્રેસ અશોક ડાંગરે હાર સ્વીકારી છે. વોર્ડ 17ના રિઝલ્ટ પૂર્વે જ કોંગ્રેસના અશોક ડાંગરે હાર સ્વીકારી લીધી છે. ભાજપને બે રાઉન્ડના અંતે 3000 જેટલી લીડ છે. જેને પૂરવી અશક્ય છે. હાર સ્વીકારી છીએ, પણ જે મત મળી રહ્યા છે તે અચંબો આપનાર છે.
રાજકોટ: અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે ભાજપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 72 બેઠકો છે. આ પૈકી ભાજપે 36 બેઠકો જીતી લેતાં રાજકોટ મનપામાં ભાજપનું ફરી શાસન આવશે. અહીં મહત્વની વાત એ છે કે, રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો પરાજય થયો છે.
શહેર કોંગ્રેસ અશોક ડાંગરે હાર સ્વીકારી છે. વોર્ડ 17ના રિઝલ્ટ પૂર્વે જ કોંગ્રેસના અશોક ડાંગરે હાર સ્વીકારી લીધી છે. ભાજપને બે રાઉન્ડના અંતે 3000 જેટલી લીડ છે. જેને પૂરવી અશક્ય છે. હાર સ્વીકારી છીએ, પણ જે મત મળી રહ્યા છે તે અચંબો આપનાર છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત કેસરિયો લેહરાયો છે. રાજકોટના અત્યાર સુધી એટલે કે બપોરના એક વાગ્યા સુઘીમાં જાહેર થયેલા પરિણામોમાં 9 વોર્ડમાં ભાજપની પેનલો જીતતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી ભાજપની જીત થઈ છે. આ જીતના કારણે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ છે. રાજકોટમાં કોંગ્રેસના સૂપડાં સાફ થયાં છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ ખાતું ખોલાવ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion