Gujarat Rajkot Heavy rains : ગોંડલમાં ધોધમાર 5 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અંડરપાસ પાણીમાં ગરકાવ
ધોધમાર વરસાદના પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં. રોડ પર નદીઓ વહેતી હોઈ તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને લઈને ગુંદાળા શેરીમાં પાણી વહેતા થયા. જેતપુર રોડ પર ભારે વરસાદને લઈને ભુવા પડ્યા.
રાજકોટ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનો પ્રારંભ થયો છે. રાજકોટના ગોંડલ શહેરમાં 5 ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના ઉમવાળા બ્રિજમાં પાણી ભરાયા હતા. કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. લોકોને ભારે હાલાકી પડી રહી છે.
ધોધમાર વરસાદના પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેતપુર રોડ, જેલ ચોક, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ પર નદીઓ વહેતી હોઈ તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને લઈને ગુંદાળા શેરીમાં પાણી વહેતા થયા. જેતપુર રોડ પર ભારે વરસાદને લઈને ભુવા પડ્યા. ભુવામાં પાણી ભરવાને લીધે અકસ્માત થતા જોવા મળ્યા. ભારે વરસાદથી શહેરના ઉમવાળા બ્રિજમાં પાણી ભરાયા હતા.
રાજકોટ શહેરમાં ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં સૌથી વધુ ગોંડલ, કોટડાસાંગાણી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આજે રાજકોટ જિલ્લામાં બે થી લઇ ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
આગાહીની વચ્ચે પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. કચ્છમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. પૂર્વ કરછના ભચાઉ, વોંધ, સમખાયાડી, કંડલા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ વિસ્તારમાં પાણી વહી નીકળ્યાં. વરસાદ વરસતા માલધારી અને ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી.
આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનો આગમન થયું છે. યાત્રાધામ શામળાજીમાં મેઘમહેર થઈ હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શને આવેલા ભક્તોને મેઘરાજાએ ભીંજવ્યા હતા. વરસાદની આગાહી મુજબ ઝરમર વરસાદ શરુ થયો છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિર પર મેઘરાજાનો જળાભિષેક થયો છે.
વડોદરામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નિઝામપુરા, ફતેહગંજ, સમા, છાણી, હરણી, આજવા રોડ, વાઘોડિયા રોડમાં વરસાદ શરૂ થયો છે. સતત ગરમી અને બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.