Heart Attack: રાજકોટમાં હાર્ટ એટેકથી હાહાકાર, 12 કલાકમાં 4 યુવાઓ મોતને ભેટ્યા, વાંચો ડિટેલ્સ
રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ આંકડો હવે પહેલા કરતાં ઉંચો થઇ રહ્યો છે
![Heart Attack: રાજકોટમાં હાર્ટ એટેકથી હાહાકાર, 12 કલાકમાં 4 યુવાઓ મોતને ભેટ્યા, વાંચો ડિટેલ્સ Heart Attack Case In Rajkot: three dead including one teacher due to heart attack in last 12 hours Heart Attack: રાજકોટમાં હાર્ટ એટેકથી હાહાકાર, 12 કલાકમાં 4 યુવાઓ મોતને ભેટ્યા, વાંચો ડિટેલ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/24/2b91bb5963795953d43778ed5ef7805e169812896947977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heart Attack Case In Rajkot: રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, નવરાત્રિ દરમિયાન આ સિલસિલો ચાલુ થયો છે અને હજુ પણ યથાવત છે, હાલમાં જ રિપોર્ટ છે કે રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં હાર્ટ એટેકથી ચાર લોકોના મોત થયા છે. જેમાં એક શિક્ષક પણ સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ આંકડો હવે પહેલા કરતાં ઉંચો થઇ રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે છેલ્લા 12 કલાકમાં રાજકોટ જિલ્લામાંથી ચાર લોકો હાર્ટ એટેકથી જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક શિક્ષક પણ સામેલ છે.
રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા ચાર લોકો...........
- આ લિસ્ટમાં પહેલુ નામ 24 વર્ષીય રણજીત ઉપેન્દ્ર યાદવનું છે જે શહેરના બિહારી માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતો હતો, અને બકલા વિભાગમાં મજૂરી કરતો હતો, જોકે, તેને હાર્ટ એટેક આવતા તે અચાનક બેભાન થઇ ગયો હતો અને બાદમાં મૃત્યુ પામન્યો હતો.
- બીજુ નામ 40 વર્ષીય આશિષ પરસોત્તમ અકબરીનુ છે, જે રાજકોટના મોરબી રૉડ પર આવેલા આનંદ એવેન્યૂ સવારે બેભાન થઇ જતા મોતને ભેટ્યો હતો. આ પહેલા પણ તેને હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો હતો અને 7 વર્ષથી પથારીવશ હતો.
- ત્રીજુ નામ 43 વર્ષીય દિપક કાનજી વેકરિયાનું છે, જે રાજકોટના પડધરીના રંગપર ગામના રહેવાસી છે. દિપક ભાઇને સવારે છાતીમાં દુઃખાવો આવ્યો અને બાદમાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. યુવાન નાનાવડા ગામની લોધિકા પ્રાથમિક શાળાનો શિક્ષક છે. યુવાઓમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિતા વધી છે.
- આ ઉપરાંત આજે ચોથુ નામ પણ આ લિસ્ટમાં ઉમેરાયુ છે. આજે સવારે જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળામાં રહેતા એક 22 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો, જેનું નામ કિશન મનુભાઈ મકવાણા છે. યુવાનને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો હતો.
'હાર્ટ એટેકથી મૃત્યુ પાછળ આ ખાસ કારણો હોઈ શકે છે'
હવે સવાલ એ થાય છે કે ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ કેવી રીતે થઈ શકે? આ પાછળનું મોટું કારણ શું છે? આ બાબતે હેલ્થ એક્સપર્ટ સમીર ભાટી કહે છે કે હાર્ટ એટેક પાછળ ઘણા મોટા કારણો હોઈ શકે છે. તેમણે કહ્યું કે નિદાન હૃદય, મેટાબોલિક સિન્ડ્રોમ સાથે સંબંધિત કોઈપણ કારણ હોઈ શકે છે જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, તણાવ, આહાર વગેરેનો સમાવેશ થાય છે. એક કારણ એ છે કે આપણી નસો પાતળી છે, જેના કારણે પશ્ચિમી લોકો કરતા ભારતીયોને 10 વર્ષ વહેલા હૃદયની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. પ્રદૂષણ અને ધૂમ્રપાન પણ જોખમી પરિબળ બની શકે છે.
છેવટે, ડાન્સ કરતી વખતે હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે?
હેલ્થ એક્સપર્ટ ભાટીએ જણાવ્યું હતું કે જ્યારે પણ તમે ડાન્સ કે એક્સરસાઇઝ જેવી કોઈ એક્ટિવિટી કરો છો ત્યારે આપણું હ્રદય વધુ કામ કરે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે.
તેમણે જણાવ્યું કે હૃદયના ધબકારા વધે છે અને શરીરને જરૂરી ઓક્સિજન હૃદય સાથે મેળવવો પડે છે… અને આવી સ્થિતિમાં જો આપણા હૃદયની ધમનીમાં એવી કોઈ સમસ્યા હોય કે જેનું નિદાન ન થાય તો તે ફાટી શકે છે. તે જ સમયે, જો કેટલાક લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ હોય તો તેમને આ શ્રમ થવાની શક્યતાઓ વધુ હોય છે. આની સાથે ડિહાઈડ્રેશન પણ એક મોટું કારણ છે.
'આવી સાવચેતી રાખવી જરૂરી છે'
ડૉક્ટરના મતે, તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારી મર્યાદા શું છે, એટલે કે તમે કેટલો સમય વર્કઆઉટ કરી શકો છો અને તમારા માટે કેટલું જરૂરી છે. આ સાથે જો તમે ચાલતા હોવ, દોડતા હોવ કે કોઈ ડાન્સ એક્ટિવિટી કરી રહ્યા હોવ અને જો તમને ઝડપથી સોજો આવવા લાગે અથવા તમને ડિહાઇડ્રેટેડ લાગવા લાગે તો તમારે આ વિશે પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)