શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

રાજકોટ શહેરમાં પણ સાંજ પડતા જ મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. રાજકોટમાં ભારે વરસાદના પગલે યાજ્ઞિક રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, કિસાનપરા ચોક, રેસકૉર્ષ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.

રાજકોટ: અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના ખાંભા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. અમરેલી તથા આસપાસના સણોસરા, થોરડી, બાબાપુર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ બગસરા, વડીયા અને દામનગરમાં પણ વરસાદ વરસ્યો છે. ધારી તથા સરસીયા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદીમાં પૂરથી સરસીયા-ફાચરિયા જવાનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે કોઝ-વે પરથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજકોટ શહેરમાં પણ સાંજ પડતા જ મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. રાજકોટમાં ભારે વરસાદના પગલે યાજ્ઞિક રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, કિસાનપરા ચોક, રેસકૉર્ષ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. રાજકોટમાં ચાલુ વર્ષે રેકર્ડ બ્રેક 57 ઈંચ વરસાદ પડ્યો છે. ચોમાસાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રાજકોટ અને જૂનાગઢના વિસાવદર પંથકમાં ખાબકયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે જ જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કેશોદ, માળિયા હાટિના, ગીરના જંગલ વિસ્તારમાં ભારે પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદથી ખેડૂતોને હવે પાકમાં નુકશાની થવાનો ભય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગીર ગઢડામાં દોઢ ઈંચ અને ઉનાના ખાપટમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા ગીરસોમનાથના મોટાભાગના તાલુકાઓમાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર

Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?

ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

Embed widget