શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટના જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો 

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના  જેતપુર તાલુકાના  ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  પ્રેમગઢ, મેવાસા, જાંબુડી, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ જમાવટ કરી છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના  જેતપુર તાલુકાના  ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  પ્રેમગઢ, મેવાસા, જાંબુડી, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ જમાવટ કરી છે.  વહેલી સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ  વાતાવરણમાં પલટો આવ્યો છે.  તાલુકાના મેવાસા ગામમાં ભારે વરસાદને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે.  ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

જેતપુર શહેરમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરના ગોંદરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે. ગોંદરા વિસ્તારમાં વૃક્ષ પડી જતા બે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   

જામકંડોરણાના ગ્રામ્ય પંથક સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે.  ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  દૂધીવદર, ધોળીધાર,બોરીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  અમુક ગામોમાં ભારે પવનના કારણે ધૂળ ડમરીઓ ઉડી હતી. અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે.  ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી.

11 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

12 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 

13 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.   

14 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.  

15 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે. 

16  જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Embed widget