શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ 'આજે મારો પતિ ચોટીલા ગયો છે ને હું ઘરે એકલી જ છું' કહી મજા કરવા ખેડૂતને બોલાવ્યા ને પછી.....
મીરાએ મગનભાઈ પટેલ સાથે વાત કરવાનું સરૂ કર્યું હતું. તેમજ તેમની સાથે મીઠી મીઠી વાતો કરીને જાળમાં ફસાવ્યા હતા. મગનભાઈ જાળમાં ફસાયા હોવાનું જણાતા સાત ડિસેમ્બરે તેમને ફોન કરીને બોલાવ્યો હતા.
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ફરી એકવાર હનીટ્રેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે દંપતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. યુવતીએ 55 વર્ષીય ખેડૂત મગનભાઈ પટેલને ફોન પર મીઠી મીઠી વાતો કરીને ફસાવ્યા હતા. તેમજ 7મી ડિસેમ્બરે યુવતીએ આજે મારો પતિ ચોટીલા ગયો છે ને હું ઘરે એકલી જ છું, તેમ કહીને ઘરે બોલાવ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, ભેંસ વેચવાના બહાને મીરાએ મગનભાઈ પટેલ સાથે વાત કરવાનું સરૂ કર્યું હતું. તેમજ તેમની સાથે મીઠી મીઠી વાતો કરીને જાળમાં ફસાવ્યા હતા. મગનભાઈ જાળમાં ફસાયા હોવાનું જણાતા સાત ડિસેમ્બરે તેમને ફોન કરીને બોલાવ્યો હતા.
ભેંસની ખરીદી કરવા માટે ગયેલા મગનભાઈને વાડીના એક મકાનમાં લઈ જઈને નગ્ન કરી વીડિયો ઉતારી લીધો હતો અને માર મારી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ કેસ ન કરવા માટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, આ તેમણે પૈસા આપવાની હા કહેતા સ્ટેમ્પ પેપર પર તેના અંગુઠાના નિશાન લઈ લીધા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, મગનભાઈને ભેંસ ખરીદવાની હોવાથી તેમણે ગામના રાજુ ભરવાડને વાત કરી હતી. જોકે, તેમની પાસે ભેંસ ન હોવાથી તેમને રાજકોટ-કોઠારીયારોડ પર રહેતા સેમડા ગામના રણજીત ચના ગુજરાતી (ઉ.વ. 40 )નો સંપર્ક કરાવ્યો હતો. તેમનો સંપર્ક કરતાં તેણે મગનભાઈને બે-ત્રણ સારી ભેંસ હોવાનું જણાવ્યું હતું. આ અંગે બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. આ પછી રણજીતની પત્ની મીરાએ મગનભાઈને ફોન કરી ભેંસ જોવા માટે બોલાવ્યા હતા અને તેમના વિશે બધી માહિતી મેળવી લીધી હતી. તેમજ આ પછી તેમને પોતાની જાળમાં ફસાવ્યા હતા.
આ પછી ઘરે આવેલા મગનભાઈએ પરિવારના સભ્યોને વાત કરી હતી. આ પછી તેમણે આજીડેમ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપમાં ફસાવી માર મારી દસ લાખ રૂપિયા પડાવવાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં દંપતી રણજીત અને મીરા ઉપરાંત બે શખ્સોની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement