રાજકોટમાં અહીંથી ફરાળી વસ્તુ લીધી તો ઉપવાસ તૂટવાનું નક્કી, ફરાળી લોટમાં ઘઉં-મકાઈનો લોટ મિશ્ર કરતાં હતાં
વેપારી મોહિત ખીમજી પરમાર અને ચેતન નવીનચંદ્ર પારેખ એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવશે. તો વિમલ નમકીન સામે પણ એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવશે.
Rajkot News: રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ ફેઇલ થયા છે. બે જેટલા વેપારીઓએ હજારો લોકોના ઉપવાસ તોડ્યા છે. ફરાળી લોટમાં ઘઉં અને મકાઈનાં લોટનું મિશ્રણ કરવામાં આવતું હતું. મોહિત ખીમજી પરમાર પાસેથી લેવામાં આવેલા ફરાળી લોટનાં નમુના ફેઇલ થયા છે. ચેતનભાઇ નવીનચંદ્ર પારેખ ફરાળી પેટીસ બનાવતો હતો જેમાં મકાઈનાં લોટની હાજરી મળી છે.
વિમલ નમકીન, રાધે કેટરર્સ, R S ગૃહ ઉદ્યોગનાં લીધેલા નમૂનાઓ પણ ફેલ થયા છે. વિમલ નમકીનમાં કપડાં ધોવાના સોડાનો ઉપયોગ કરતાં હતા. આરોગ્ય વિભાગે ચાર પેઢી સામે કેસ દાખલ કર્યો છે.
વેપારી મોહિત ખીમજી પરમાર અને ચેતન નવીનચંદ્ર પારેખ એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવશે. તો વિમલ નમકીન સામે પણ એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવશે. મવડીમાં વિમલ નમકીનના નમુંના ફેઈલ થયાં છે. વિમલ નમકીનના માલિક ગાંઠિયા પોચા થાય તે માટે ધોવાના સોડાનો ઉપયોગ કરતો હતો. ફરાળીમાં ઘઉંનો લોટ અને મકાઈના લોટ નો ઉપયોગ કરતાં હતાં લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરનાર વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બન્ને વેપારીઓ સામે નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ કરવામાં આવશે.
વડોદરામાં ભેળસેળીયા સામે તંત્રની લાલ આંખ
વડોદરામાં મિલાવટખોરો સામે કોર્પોરેશનના ખોરાક વિભાગનો લાલ આંખ કરી છે. કોર્પોરેશને ભેળસેળ કરતી 22 દુકાન અને રેસ્ટોરન્ટનાં લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. હાથીખાનાં માર્કેટ યાર્ડની પાંચ સહિત 22 દુકાનો પર કોર્પોરેશને સપાટો બોલાવ્યો છે. થોડા સમય પહેલા ફુડ સેફ્ટી ઓફિસરોએ લીધેલા ખાદ્ય પદાર્થ માંથી ભેળસેળ મળી આવી હતી. જેથી 22 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતાં.
ભેળસેળ મળી આવ્યા બાદ 22 વેપારીને ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણા કરવાની નોટી ફટકારવામાં આવી હતી. 15 દિવસનો સમય વીત્યો હોવા છતાં કોઈ સુધારા ન કરાતા કોર્પોરેશને કાર્યવાહી કરી છે. એક ઝાટકે 22 દુકાન અને રેસ્ટોરન્ટના લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. જો વેપારીઓ જે તે પ્રોડક્ટનું વેચાણ કરતા પકડાશે તો તેમના વિરુદ્ધ એફ.એસ.એસ.આઇ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરાશે.
પશુદાણમાં ભેળસેળ કરનારા વિરૂદ્ધ ફોજદારી સુધીની કાર્યવાહીના સરકારે આદેશ આપ્યા હતા. ભેળસેળ કરનાર વેપારી,ઓઈલ મિલો,ઉત્પાદકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું સરકારે જણાવ્યું હતું.
આગામી સમયમાં રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આદેશ આપ્યો હતો. રાજ્યમાં પશુઓના દાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો જુદા જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરતા આવે છે. આ ભેળસેળના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે. આ અંગેની ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘે સરકારને આજે રજૂઆત કરવામાં આવી હતી.