શોધખોળ કરો

ગુજરાતના ક્યા મોટા શહેરમાં ભારે વરસાદને કારણે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

ધોધમાર વરસાદના કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે.

રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે આજી-2 ડેમમાં નવા નીર આવ્યા હતાં. ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ આજી નદી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીકથી જોરદાર પાણી વહી રહ્યા છે. આજી-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાતા નીચાણવાળા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા પ્રશાસને ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

રાજકોટ શહેરમાં વહેલી સવારથી પડી રહેલ ભારે વરસાદને પગલે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે.

ધોધમાર વરસાદના કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે. મોડી રાતથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી નાળાઓ અને ચેકડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. એવામાં સારા વરસાદથી લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે.

રાજકોટના ઉપલેટા તાલુકામાં વરસ્યો સાડા ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ. ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાના ગઢડા ગામે આવેલી મોજ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. મોજ નદી બે કાંઠે વહેતી થતા મોજ નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

આ તરફ લોધિકા તાલુકામાં પણ સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદથી ધુડિયા- દોમડા ગામના કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતાં. તો લોધિકા ઉપરાંત ઉપરવાસમાં સારા વરસાદના કારણે લોધિકા તાલુકાના અનેક ચેકડેમો ઓવરફ્લો થયા હતાં. ચેકડેમોના પાણી દોમડા ગામના રસ્તા પર ફરી વળ્યા હતાં.

રાજકોટના ગોંડલમાં મોડી રાત્રીના વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ. દિવસ દરમિયાન દોઢથી બે ઈંચ વરસાદ બાદ રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના વછરાડાનો વાળો, ગુંદાડા દરવાજો, બસ સ્ટેંડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ગોંડલ તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો સૌથી વધુ 31 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget