શોધખોળ કરો
Advertisement
નિંભર તંત્રઃ રાજકોટમાં જન આરોગ્ય કેન્દ્રમાં કરોડોના સાધનો 6 મહિનાથી વપરાયા વગર ધૂળ ખાઈ રહ્યા છે
કરોડોના સાધનો વસાવવામાં આવ્યા પણ તેના બોક્સ 6 મહિનાથી ખુલ્યા જ નથી. વિવિધ રોગના ટેસ્ટ માટે આવેલા અત્યાધુનિક સાધનો ઇન્સ્ટોલ થવાના અભાવે બિન ઉપયોગી થઈને પડી રહ્યા છે.
Rajkot: પ્રશાસન દ્વારા પ્રજાના પૈસા વેડફવાની વધુ એક ઘટના સામે આવી છે. જન આરોગ્ય કેન્દ્રમાં 2 કરોડના સાધનોનો 6 મહિનાથી એમ જ વપરાયા વગરના પડ્યા છે. સાધનો પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં તેનો ઉપયોગ જ શરૂ કર્યો નથી. કરોડોના સાધનો વસાવવામાં આવ્યા પણ તેના બોક્સ 6 મહિનાથી ખુલ્યા જ નથી. વિવિધ રોગના ટેસ્ટ માટે આવેલા અત્યાધુનિક સાધનો ઇન્સ્ટોલ થવાના અભાવે બિન ઉપયોગી થઈને પડી રહ્યા છે. સાધનો ઇન્સ્ટોલ કરવા માટે જરૂરી તાલીમબદ્ધ સ્ટાફ જ ઉપલબ્ધ ન હોવાની માહિતી સામે આવી છે. વસાવેલા સાધનોમાં માત્ર ecg મશીન અને બીપી ચકાસણી જ શરૂ થઈ શકી છે.
આરોગ્ય કેન્દ્રોમાં વાપર્યા વગરના સાધનો
- ફુલ્લી ઓટોમેટિક એનાલાઈજર
- ECG મશીન
- ટીબી testing મશીન
- કેમિકલ એનલાઈજર
- સી બી સી મશીન
આ સહિતના કીમતી મશીન અને અન્ય સાધનો છે જેના બોક્સ પણ ખુલ્યા નથી.
અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં આટલા મશીન આવ્યા છે
- સેલ કાઉન્ટર 23 CBC HP
- કેમિકલ એનલિઝર 6
- બાલ્ડ રિપોર્ટ
- કોલેસ્ટ્રોલ
- ફેટ લેવલ
- પ્રોટીન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement