શોધખોળ કરો
Advertisement
કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોરોનાને કહેર યથાવત, એક જ દિવસમાં વધુ 341 નવા કેસ સામે આવ્યા
રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં નવા 58 કેસ, ગ્રામિણમાં 32 કેસ સાથે કુલ 90 નવા કેસ નોંધાયા હતા.
રાજકોટઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં નવા 341 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કચ્છમાં નવા 24 કેસ સાથે કુલ કેસની સંખ્યા 680એ પહોંચી ગઈ છે જ્યારે કુલ મૃત્યુની સંખ્યા 20એ પહોંચી છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં નવા 58 કેસ, ગ્રામિણમાં 32 કેસ સાથે કુલ 90 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જામનગર શહેરમાં નવા 45 તો ગ્રામિણમાં નવા 6 સાથે કુલ 52 નવા કેસ નોંધાયા હતા.
જૂનાગઢની વાત કરીએ તો શહેરમાં 17 અને ગ્રામિણમાં 29 સાથે કુલ નવા 46 કેસ નોંધાયા હતા. ભાવનગરમાં શહેરમાં 22 અને ગ્રામિણ વિસ્તારમાં 15 સાથે કુલ 37 નવા કેસ નોંધાયા હતા.
અમરેલીમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા જ્યારે વધુ એક વ્યકતિનું મોત થયું હતું. ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના નવા 23 તો સુરેન્દ્રનગરમાં નવા 17 કેસ નોંધાયા હતા. મોરબીમાં નવા 12 તો બોટાદ અને પોરબંદરમાં નવા 9-9 કેસ નંધાયા છે જ્યારે દ્વારકામાં શુક્રવારે વધુ એક નવો કેસ કોરોનાને સામે આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement