શોધખોળ કરો

Gujarat Election: ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉલેજના EVM સ્ટ્રોંગ રુમ સામે ડિજિટલ સિક્યુરિટી ગોઠવી

રાજકોટમાં કૉલેજમાં બનાવાયેલા સ્ટ્રોંગ રુમમાં સુરક્ષાદળોનો પહેરો ગોઠવી દેવાયો છે. કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉલેજની સામે  ડિજિટલ સિક્યુરિટી ગોઠવી છે.

રાજકોટ: રાજકોટમાં કૉલેજમાં બનાવાયેલા સ્ટ્રોંગ રુમમાં સુરક્ષાદળોનો પહેરો ગોઠવી દેવાયો છે. કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉલેજની સામે  ડિજિટલ સિક્યુરિટી ગોઠવી છે. એક જીપ પર CCTV લગાવવામાં આવ્યા છે. કૉલેજના ગેટની સામે જ એક જીપ ઉભી રાખવામાં આવી છે. આ સાથે જ રાત-દિવસ સતત સ્ટ્રોંગ રુમ બહાર પોતાના માણસો ગોઠવી દીધા છે. 

વલસાડ ખાતે EVM સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ-આપ નેતાઓ દ્વારા પહેરો

વલસાડ: રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઈવીએમમાં ચેડા થવાની આશંકાને લઈને વલસાડ ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ અને આપ નેતાઓ દ્વારા પેહરો ભરવામા આવી રહ્યો છે. વલસાડની પાંચ બેઠકો પર 65 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે તમામ પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે જોકે વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા
સ્ટ્રોંગ રૂમ બહાર આપ અને કોંગ્રેસનો પહેરો જોવા મળી રહ્યો છે.

વલસાડની સરકારી ઇજનેરી કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જોકે પોલીસની સાથે સાથે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો પહેરો જોવા મળી રહ્યો છે. ઇવીએમ સાથે છેડછાડ થઈ શકે છે તેવી આશંકાએ પહેરો ગોઠવવામાં આવ્યો છે.  મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીન વલસાડમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આપના ઉમેદવારો  અને કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીનો 24 કલાક પહેરો જોવા મળી રહ્યો છે.  જોકે સ્ટ્રોંગ રૂમની આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. સીસીટીવી મોનિટરિંગ કરી તમામ ગતિવિધિઓ પર આપ અને કોંગ્રેસ બંને પક્ષ નજર રાખી રહ્યું છે. 

Gujarat Election: બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, 5 ડિસેમ્બરે મતદાન

બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે.  આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે.  પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.  

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું  કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget