શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ ઇન્ટરનેશનલ કાર રેસરનું કોરોનાથી થયું મોત, રસ્તામાં ઓક્સિજન ખૂટી જતા થયું મોત
સુરેન્દ્રનગરના ઇન્ટરનેશનલ કાર રેસર ભરત દવેને કોરોના થતાં તેમને રાજકોટ સારવાર માટે લવાતા હતા. દરમિયાન રસ્તામાં ઓક્સિજન ખૂટી જતા તેમનું મોત થયું છે.
રાજકોટઃ ઇન્ટરનેશલ કાર રેસરનું કોરોનાથી મોત થયું છે. સુરેન્દ્રનગરના ઇન્ટરનેશનલ કાર રેસર ભરત દવેને કોરોના થતાં તેમને રાજકોટ સારવાર માટે લવાતા હતા. દરમિયાન રસ્તામાં ઓક્સિજન ખૂટી જતા તેમનું મોત થયું છે. ભરત દવે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવરે કાર રેસમાં ભાગ લઈ 5 વખત ચેમ્પિયન બન્યા છે. રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરાના તેઓ નાનાભાઈ થતા હતા.
ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. ગઈ કાલે રાજ્યમાં 1302 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3499 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,836 એક્ટિવ કેસ છે, જ્યારે 1,22,365 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,749 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,42,700 પર પહોંચી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી કેસની સંખ્યા પણ ઘટી રહી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં 172, સુરતમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 90, જામનગર કોર્પોરેશનમાં 63, રાજકોટમાં 47, મહેસાણામાં 53, વડોદરામાં 43, ગાંધીનગર કોર્પોરેશનમાં 31, ગાંધીનગરમાં 29, જામનગરમાં 29, અમરેલીમાં 27, ભાવનગર કોર્પોરેશનમં 25, ભરૂચમાં 22, પાટણમાં 22, સુરેન્દ્રનગરમાં 22, જુનાગઢ કોર્પોરેશનમાં 20, અમદાવાદમાં 19, કચ્છમાં 19 કેસ નોંધયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં ગઈ કાલે કુલ 1246 દર્દી સાજા થયા હતા અને 56,700 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 46,45,263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.75 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,99,612 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,99,164 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 448 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement