Rajkot: કાઠિયાવાડ બાલાશ્રમમાંથી દિકરીને વિદેશના દંપતીએ લીધી દત્તક
રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાંથી એક દિકરીને વિદેશના દંપતીએ દત્તક લીધી છે. 12 વર્ષની તન્મય નામની દિકરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે.
રાજકોટ: રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાંથી એક દિકરીને વિદેશના દંપતીએ દત્તક લીધી છે. 12 વર્ષની તન્મય નામની દિકરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે.કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે. આ પછી એક શિવ નામનો બાળકને પણ વિદેશનું દંપતિ દત્તક લેશે.આ કિશોરીને તેના નવા માતાપિતાએ આહના શ્રીવાસ્તવ નામ આપ્યું છે. આ પહેલા કાઠીયાવાડ બાલાશ્રમમાંથી કુલ 700 બાળકોને અલગ-અલગ માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં કાઠીયાવાડ બાલાશ્રમમાંથી વિદેશમાં 350 જેટલા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.રાજકોટ પોલીસે જે બાળકીને દત્તક લીધી હતી તે ‘અંબા’ને પણ વિદેશી દંપતીએ થોડા દિવસ પહેલા દત્તક લીધી હતી. કાઠીયાવાડ બાલાશ્રમમાં દીકરી રડવા માંડી અને તમામ લોકો ઈમોશનલ થયા છે. દીકરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી છે.
દીકરીએ કહ્યું આ લોકોએ મને મોટી કરી અને પોતાની દીકરી કરતા પણ સારી રીતે ભરણપોષણ કર્યું છે. ચોધાર આંસુએ કાઠીયાવાડ બલાશ્રમમાં દીકરી રડવા માંડી હતી. દીકરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી હતી. દીકરીને દતક લેનાર માતા – પિતા દ્વારા આહના શ્રીવાસ્તવ નવું નામ આપવામાં આવ્યું છે.
બાળકી છેલ્લા 5 વર્ષથી કાઠીયાવાડી આશ્રમમાં રહી અને અભ્યાસ કરતી હતી. દત્તક લેવામાં આવતા દિકરી પણ ભાવુક થઈ હતી અને જણાવ્યું હતું કે આ આશ્રમમાં એક માતા-પિતાની જેમ મારી સંભાળ કરવામાં આવી છે. આજે મને આશ્રમે સારા એવા માતા-પિતા પણ શોધી આપ્યા છે.કિશોરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી હતી.
મૂળ ભારતીય અને યુપી બિહારના દંપતિ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહી જોબ કરતા ઉમેશ શ્રીવાસ્તવ જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દીકરો તો છે પરંતુ દીકરી વગર ઘર અધૂરું લાગી રહ્યું હતું. કેટલાક સમયથી એક દીકરીને શોધી રહ્યા હતા ત્યારે અમને એક સારી એવી દીકરી મળી અને હવે અમારો પરિવાર પૂરો થયો હોય તેવું લાગે રહ્યું છે.
કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે, આ પછી એક શિવ નામના બાળકને પણ વિદેશનું દંપતિ દત્તક લેશે. આ દિકરીને તેના નવા માતા-પિતાએ આહના શ્રીવાસ્તવ નામ આપ્યું છે. આ પહેલા કાઠીયાવાડ બાલાશ્રમમાંથી કુલ 700 બાળકોને અલગ-અલગ માતા પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.
12 વર્ષની તન્મય નામની કિશોરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે. કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે.