શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલને કાર્યકર યુવતીએ સ્ટેજ પર આવીને કાનમાં શું કહ્યું કે પાટીલે ભાજપના હોદ્દેદારોને કરી ટકોર ?
પાટીલે કહ્યું હતું કે, સન્માન કરતી વખતે એક યુવતીએ તેમનું ટિકિટ માટે ધ્યાન દોર્યું હતું. પાટીલે ભાજપના હોદ્દેદારોને ટકોર કરી હતી કે, આવા કાર્યકરોનું ધ્યાન રાખજો કેમ કે સારા કાર્યકરોની પક્ષને જરૂરિયાત છે.
રાજકોટઃ રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટમાં સરપંચો અને પેજ પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન પાટીલે પેજ પ્રમુખોનું સન્માન પણ કર્યું હતું. આ સન્માન મેળવવા માટે સ્ટેજ પર આવેલાં રાયડી ગામનાં મનિષાબેન નામનાં કાર્યકરે સી.આર. પાટિલના કાનમાં કંઈક કહ્યું હતું. મનિષાબેનની વાત સાંભળીને હસી પડેલા પાટીલે આ વાત તેમની સાથે સ્ટેજ પર રહેલા ભાજપ હોદ્દેદારને કહી હતી.
પાટીલે પોતાના પ્રવચનમાં મનિષાબેને પોતાને કાનમાં શું કહ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. મનિષાબેને પાટીલને કહ્યું હતું કે, મારી ટિકિટનું ધ્યાન રાખજો.
પાટીલે કહ્યું હતું કે, સન્માન કરતી વખતે એક યુવતીએ તેમનું ટિકિટ માટે ધ્યાન દોર્યું હતું. પાટીલે ભાજપના હોદ્દેદારોને ટકોર કરી હતી કે, આવા કાર્યકરોનું ધ્યાન રાખજો કેમ કે સારા કાર્યકરોની પક્ષને જરૂરિયાત છે.
આ કાર્યક્રમમાં પાટીલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને અપીલ કરી હતી. રાજકોટમાં સરપંચ સંવાદ અને મોરબી રોડ પર પેજ પ્રમુખ સાથેના સંવાદ કાર્યક્રમમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં અનેક યોજના અમલી બનાવી છે તે યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઇએ. લસરપંચ સંવાદ કાર્યક્રમમાં પેજ પ્રમુખ બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર કેટલાક કાર્યકરોના પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement