શોધખોળ કરો

પટેલના સમાજને લગતા કયા નિવેદન સામે કોળી સમાજે ઉઠાવ્યો વાંધો? નરેશ પટેલને શું લખ્યો પત્ર?

કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશ રાજપરાએ  ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને પત્ર લખ્યો છે. સરપંચથી લઈને સંસદ સુધી પટેલ સમાજને સ્થાન આ નરેશ પટેલના નિવેદન પરત ખેંચવા માગ કરી છે.

રાજકોટ: કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશ રાજપરાએ  ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને પત્ર લખ્યો છે. સરપંચથી લઈને સંસદ સુધી પટેલ સમાજને સ્થાન આ નરેશ પટેલના નિવેદન પરત ખેંચવા માગ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોળી સમાજના તમામ સંગઠનોને જાણ કરવામાં આવે છે કે, કાગવડ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા એક તરફી નીતિ અપનાવીને માત્ર પટેલ સમાજને રાજકીય હોદ્દા ઉપર સ્થાન મળે તેવું જાહેરમાં મીડિયા સમક્ષ નિવેદન કરવામાં આવ્યું હતું. 

સરપંચથી માંડીને સંસદ સુધી પટેલના સમાજના હોદ્દેદારો હોવા જોઇએ. ત્યારે દુઃખ સાથે કહેવામાં આવે છે કે, તમામ સમાજના લોકોને રાજકીય હોદ્દામાં સ્થાન મળે તેવું નિવેદન કરવું જોઇએ, પરંતુ નરેશન પટેલ દ્વારા જાતિવાદ જ્ઞાતિવાદનું વલણ રાજકારણ કરવામાં આવે છે, ત્યારે લેવા પટેલ અને કડવા પટેલ એક નથી કરી શકીયા. હાલ અન્ય સમાજને સાથે રાખવાની વાતો કરે છે, ત્યારે ્ન્ય સમાજના લોકોને રાજકીય હોદ્દા નહીં મળે અને માત્ર પટેલ સમાજને હોદ્દા મળે એનો સીધો મતલબ કે અન્ય સમાજ સાથે મજાક કરી રહ્યા છે. 

પટેલના સમાજને લગતા કયા નિવેદન સામે કોળી સમાજે ઉઠાવ્યો વાંધો? નરેશ પટેલને શું લખ્યો પત્ર?

કોળી સમાજની નરેશ પટેલ સાથે યોજાઈ બેઠક, જાણો શું કરાયો મોટો નિર્ણય

રાજકોટ: રાજકોટ ખોડલધામમાં નરેશ પટેલ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે. આ સાથે જ રાજકારણમાં પ્રવેશ બાબતે દરેક સમાજ આહ્વાન કરે ત્યારે રાજકારણમાં પ્રવેશનો સાચો દિવસ હશે તેમ નરેશ પટેલે જણાવ્યું છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે કોળી સમાજ, પાટીદાર સમાજ અને દરેક સમાજ સાથે રહી ગુજરાતનો વિકાસ થાય તેવો નિર્ણય કર્યો છે. નરેશ પટેલ અને માંધાતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પાસના દિનેશ બાંભણીયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામના નરેશ પટેલે  જણાવ્યું હતું કે  માંધાતા ગ્રુપના કોળી સમાજના આખા ગુજરાતમાંથી રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ આગેવાનો ખોડલધામ મા ખોડલના દર્શન કરવા પધાર્યા હોવાથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું. મંદિરે દર્શન કર્યા બાદ બેઠક યોજાઇ હતી. બેઠકમાં બંને સમાજ એક થાય અને બંને સમાજ જ્યાં પણ બેયને જરૂર પડે ખભેખભો મીલાવી કાર્ય કરે એવો અત્યારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે, ત્યારે રાજકારણમાં જોડાવા માટે સચોટપણે મને દરેક સમાજમાંથી આહવાન થાય અને મીડિયા સમક્ષ એ વાત મૂકુ એ સાચો દિવસ હશે. ગુજરાતનો વિકાસ પાટીદાર અને કોળી બંને સમાજ ઇચ્છે છે. 

રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, ખૂબ સારી બેઠક રહી, ખાસ કરીને નરેશભાઈએ મા ખોડલના દર્શન કરવા આમંત્રણ આપ્યું જેને લઇને હું અને ગુજરાત માંધાતા ગ્રુપના તમામ હોદ્દેદારો આનંદ અનુભવે છે. આ બેઠકમાં ખાસ કરીને સામાજિક ચર્ચાઓ થઈ છે. ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોય તો એ પાટીદાર અને કોળી સમાજ છે. ત્યારે સામાજિક, આર્થિક, શૈક્ષણિક તમામ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. નરેશભાઈ સાથે જે અમારી ચર્ચા થઈ તેમાં સમાજના ઉત્થાન માટેની વાતો કરવામાં આવી હતી. શિક્ષણ, રોજગારી અને ખાસ કરીને ગુજરાતમાં ખોડલધામ મંદિર બન્યું એવું અમારે પણ કોળી સમાજનું ભવ્ય અને દિવ્ય મંદિર બને તેની ચર્ચા કરવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Embed widget