શોધખોળ કરો

Kshatriya Dharmrath: આજથી ક્ષત્રિયોના 'ધર્મરથ'નો પ્રારંભ, ગામે-ગામે રૂપાલા મુદ્દે શરૂ કરાયુ 'ઓપરેશન ભાજપ'

મળતી માહિતી પ્રમાણે, 'ઓપરેશન ભાજપ'ને લઈને આજથી ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ-2 શરૂ થઇ રહ્યું છે

Kshatriya Dharmrath: છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને ભાજપ સામે સામે છે, રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર હજુ પણ ક્ષત્રિય સમાજ અડ્યો હતો, જોકે, આખરે સોમવારે ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હોવા છતાં રૂપાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નથી, હવે ક્ષત્રિય સમાજ ફરી એકવાર રાજ્યમાં પોતાના આંદોલનનો ભાગ 2 શરૂ કરવા જઇ રહ્યો છે. આજથી સુપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ મંદિરા આશાપુરા માતાજીના મંદિર માતાના મઢમાં ધજા ચઢાવીને ક્ષત્રિયો આ આંદોલનનું શરૂ કરશે. 

Kshatriya Dharmrath: આજથી ક્ષત્રિયોના 'ધર્મરથ'નો પ્રારંભ, ગામે-ગામે રૂપાલા મુદ્દે શરૂ કરાયુ 'ઓપરેશન ભાજપ

તાજા અપડેટ પ્રમાણે, ક્ષત્રિયો રૂપાલા સામેની લડાઇને વધુ એક સ્ટેપ્સ આગળ લઇ જવા મેદાનમાં ઉતર્યા છે. રૂપાલાની ક્ષત્રિય સમાજની બહેનો માટે કરેલા વિવાદિત અને અભદ્ર ટિપ્પણીને લઇને હજુ પણ રોષ યથાવત છે, વળી, સરકાર પણ ક્ષત્રિયોને મનાવવા મેદાનમાં ઉતરી છે. મળતી માહિતી પ્રમાણે, 'ઓપરેશન ભાજપ'ને લઈને આજથી ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ-2 શરૂ થઇ રહ્યું છે. રાજ્યમાં રાજકોટ, કચ્છ, જામનગર, દ્વારકામાં ક્ષત્રિયો એક ધર્મરથ નીકાળશે. રાજકોટના આશાપુરા મંદિરેથી ધર્મરથ કાઢવામાં આવશે. આ ધર્મરથ સૌરાષ્ટ્રના ગામે ગામ ફરશે. કચ્છ માતાના મઢથી ધર્મરથ નીકળશે, અને આવતીકાલે સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ધજા ચડાવી ધર્મરથને પ્રસ્થાન કરાવાશે. 

રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે.......'

લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ- ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈનાથી છુપી નથી. ઘણા રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી આ અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જાણકારોનું કહેવું છે કે તેની અસર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જોવા મળી છે. પશ્ચિમ યુપીની સીટો પર ધનંજયસિંહની ચૂંટણી લડવાની વાત હોય કે જૌનપુરની, જ્યાં યુપીમાં ઠાકુર સમુદાયના વિરોધની વાત છે. હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજતક સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.

શું આપ્યો જવાબ 
જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઠાકુર સમુદાય - ક્ષત્રિય સમાજની નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું- રૂપાલાજીએ તરત જ માફી માંગી લીધી છે. અમે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છીએ અને નારાજ લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યાં છીએ. મને પૂરો વિશ્વાસ છે કે તે અમારી સાથે આવશે. તેમનો વિશ્વાસ ભાજપ પર જ છે.

જો કે, બીજીબાજુ વિરોધીઓ ચૂંટણી જંગમાં ભાજપ સામે ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનો સંદેશ ઈન્ડિયા એલાયન્સની રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહના નિવેદનથી આવ્યો છે. જો કે, આ પહેલા પણ અખિલેશ યાદવ અનેક પ્રસંગોએ ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજને રીઝવતા જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે ઠાકુર સમાજે -ક્ષત્રિય સમાજે પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ પછી જાણકારોનું કહેવું છે કે આ સમાજ આ વખતે ભાજપનો વિરોધ કરી શકે છે. જો કે, આ સમુદાય હંમેશા ભાજપનો મુખ્ય મતદાર રહ્યો છે. ખાસ કરીને યુપીમાં ઠાકુર સમુદાય ભાજપને વોટ આપી રહ્યો છે.

શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget