શોધખોળ કરો
Advertisement
મોરબીઃ પેટાચૂંટણીના પરિણામના આગલા દિવસે જ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા કોણે ગોળી મારીને કરી લીધો આપઘાત?
પોલીસ જવાન અનિલ ડાભી સામાન્ય રીતે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો, પરંતુ મોરબી માળીયા પેટા ચૂંટણીમાં તેને ઓબ્ઝરવરના કમાન્ડોની ફરજમાં હોવાથી તેને રિવોલવર આપવામાં આવી હતી. તે જ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી છે.
મોરબીઃ હળવદના સાપકડા ગામે પોલીસ જવાને ગોળી મારીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. અનિલ ડાભી નામના જવાને પોતાને જ ગોળી ધરબી કરી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ જવાન અનિલ ડાભી સામાન્ય રીતે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો, પરંતુ મોરબી માળીયા પેટા ચૂંટણીમાં તેને ઓબ્ઝરવરના કમાન્ડોની ફરજમાં હોવાથી તેને રિવોલવર આપવામાં આવી હતી. તે જ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ જવાને આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે, આવતી કાલે ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થવાના છે. આ પરિણામના આગલા દિવસે જ જવાને આપઘાત કરી લીધો છે. ત્યારે જવાનના આપઘાતથી ભારે ચકચાર મચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion