શોધખોળ કરો

લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ, અંતિમ સેલ્ફી લઈ યુવતીએ બે વર્ષના બાળક અને પ્રેમી સાથે આત્મહત્યા કરી

લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક મહિલાએ તેના બે વર્ષના બાળક અને પ્રેમી સાથે આત્મહત્યા કરી લીધી હતી. ક

ગોંડલ: લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક મહિલાએ તેના બે વર્ષના બાળક અને પ્રેમી સાથે આત્મહત્યા કરી લીધી હતી. કમરે દુપટ્ટો અને હાથમાં ચાર્જરનો વાયર બાંધી બે વર્ષના પુત્ર સાથે બંને ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવ્યું હતું. મૃતક મહિલા કિંજલબેન ઠાકોરના અમદાવાદમાં લગ્ન થયા હતા અને તેને બે વર્ષનો પુત્ર હતો.

બે દિવસ પહેલા તે પોતાના પુત્રને લઈને પ્રેમી સંજય ઠાકોર સાથે ભાગી ગઈ હતી. આત્મહત્યા કરતા પહેલા બંનેએ તળાવના પગથિયા પાસે સેલ્ફી પડાવી સ્ટેટસમાં મુકી હતી અને મિત્રોને લોકેશન પણ શેયર કર્યું હતું.  આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.  આ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આપઘાત કરતા પૂર્વે પ્રેમી પંખીડાએ સેલ્ફી ફોટો લીધો હોવાનો પણ સામે આવ્યું છે. સાથે જ સેલ્ફી ફોટો લઈને વોટ્સએપના સ્ટેટસમાં અપલોડ કરીને “છેલ્લો ફોટો” નામનું વાક્ય પણ લખ્યું હતું. 

મહેસાણાના લિંચ ગામ ખાતે રહેતા સંજય ફતાજી ઠાકોર (ઉવ.22) તેમજ કિંજલ જશવંતજી ઠાકોર (ઉવ.22) તેમજ ધ્રુવીન જશવંતજી ઠાકોર (ઉવ.2)ના મૃતદેહ વેરી તળાવના પાણીમાંથી ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંજય અને કિંજલ બંને પરિણીત હોવાનું સામે આવ્યું છે. તેમજ બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી પ્રેમસંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રેમી પંખીડા લિંચ ગામથી ભાગીને ગોંડલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તળાવની પાળી પર બેસીને ત્રણેય અંતિમ સેલ્ફી પણ લીધી હોવાનું સામે આવ્યું છે. અંતિમ સેલ્ફી પાડીને સંજયે તેના વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂકી હતી. આ સાથે જ પોતાના મિત્રોને મોબાઇલનું લોકેશન પણ શેર કર્યું હતું. 

સંજય મહેસાણામાં પેપરમીલમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સંજય અને કિંજલ ગુમ થતા તેમના પરિવારજનોએ ગુમ સુધાની નોંધ પણ કરાવી હોવાનું સામે આવ્યું છે. સંજય દ્વારા પોતાના કાકા તથા મિત્રોને મોબાઈલનું લોકેશન મોકલી આપ્યું હતું. જેના કારણે તેઓ ગોંડલ વેરી તળાવ ખાતે પહોંચ્યા હતા. સંજય ઠાકોરના લગ્ન પાટણ જિલ્લાના વાસાપુર ખાતે થયા હોવાની વિગત સામે આવી છે. જ્યારે  તેની સાથે આત્મહત્યા કરનાર તેની પ્રેમિકા અમદાવાદ ખાતે સાસરે રહેતી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પૂર્વે બંને પ્રેમી પંખીડા મહેસાણા જિલ્લાના લીંચ ગામ ખાતેથી ફરાર થયા હતા. મૃતક ત્રણે વ્યક્તિએ કમરે દુપટ્ટો તેમજ હાથમાં ચાર્જરનો વાયર બાંધીને બે વર્ષીય માસુમ બાળક સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget