શોધખોળ કરો
Advertisement
દ્વારકાઃ નદીના ધસમસતા પૂરમાં 3 યુવકો તણાયા, NDRFના જવાનોએ બચાવવા માટે લગાવી જીવની બાજી
આ વ્યક્તિઓને બચાવવા માટે NDRFના જવાનોએ જીવની બાજી લગાવી દીધી હતી. આ રેસ્ક્યૂના પણ દીલધડક દ્રશ્યો સામે આવ્યા છે.
દ્વારકાઃ હડમતીયા ગામ પાસેની નદીમાં ધસમસતા પૂર વચ્ચેથી રસ્તો પસાર કરવો 3 લોકોને ભારે પડી ગયો છે. પાણીના પૂર વચ્ચે રસ્તો પસાર કરવા જતાં ત્રણેય વ્યક્તિ તણાઈ ગયા હતા. જેના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, તેમને પાણીનો પ્રવાહ કેવી રીતે તાણીને લઈ જાય છે. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. આ વ્યક્તિઓને બચાવવા માટે NDRFના જવાનોએ જીવની બાજી લગાવી દીધી હતી. આ રેસ્ક્યૂના પણ દીલધડક દ્રશ્યો સામે આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકો નદીના પાણી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોવા છતાં રસ્તો પાર કરવાનું જોખમ લીધું હતું. જોકે, તેઓ રસ્તો પાર કરે તે પહેલા જ તેમને પાણીનો પ્રવાહ તાણી ગયો હતો. જોકે, એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ભારે પૂરના કારણે નદીમાં તણાયેલી 3 વ્યક્તિમાંથી એકને લોકોએ બચાવી લઈ બહાર કાઢી હતી. જ્યારે 2ની શોધખોળ તેજ કરાઈ છે.
આ અંગે તંત્રને જાણ કરી ટીમોને બોલાવવામાં આવી છે. એનડીઆરએફના જવાનોએ આ સિક્યુરિટી ગાર્ડને બચાવવા માટે જીવ જોખમમાં મૂક્યું હતુ અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રેસ્ક્યૂના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement