શોધખોળ કરો

રાજકોટઃ પોલીસની દારૂ પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 45 કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ચર્ચા

ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતા.

રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. નિવૃત એઓજીના અધિકારીએ ક્રિષ્ના વોટર પાર્કમાં બર્થડેપાર્ટી આપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે રાજકોટ એસીપી સહિતનો કાફલાએ વોટર પાર્ક ઉપર દરોડો પાડ્યો હતો. જેમાં 45 જેટલા પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતા. પાર્ટીમાં કુલ 30 લોકો હતા. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા મળ્યું છે. આ 10માંથી 5 પાસે પરમીટ હોવાનું કહેવાય છે. મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. આ પાર્ટીમાં 45થી પણ વધુ લોકો હોવાનું અને કેટલાકને વાડી માર્ગેથી ભગાડી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે. ક્રિષ્ના વોટરપાર્કમાં નિવૃત્ત એએસઆઇના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની હકીકત પર શહેર પોલીસ ખાબકી તો હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પોલીસ પણ જાણે મૂંઝાઇ ગઇ હતી. પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા અને તેમાંથી 15 લોકોને પોલીસે ભગાડી મૂક્યા હતા. પોલીસે આ મામલામાં હકીકત જાહેર કરવામાં પણ ઇરાદાપૂર્વક મોડું કર્યાનું બહાર આવ્યું હતું. ક્રિષ્ના વોટરપાર્કમાં એસીપી ટંડેલની આગેવાનીમાં પોલીસ કાફલો ખાબક્યો હતો. જેના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને પોલીસે ત્યાંથી 10 લોકોને નશાખોર હાલતમાં પકડ્યા હતા તે નિવૃત્ત એએસઆઇ રાજભા વાઘેલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, જન્મદિવસની પાર્ટીમાં જમણવાર જ હતો, દારૂની વાત ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવ્યાનું તેમણે રટણ રટ્યું હતું. 10 શખ્સ નશાખોર હાલતમાં ઝડપાયા છતાં નિવૃત્ત એએસઆઇ કંઇક જુદો જ રાગ આલોપતા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget