શોધખોળ કરો

Rajkot: પડધરીની સીમમાંથી મળેલો માનવ કંકાલ યુવતીનો, જાણો કઈ રીતે પોલીસે ભેદ ઉકેલ્યો 

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર પડધરીની સીમમાંથી મળેલા માનવ કંકાલનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.  ઘરકંકાસમાં આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર પડધરીની સીમમાંથી મળેલા માનવ કંકાલનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.  ઘરકંકાસમાં આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યા કરનાર હોટેલના મેનેજરને પકડીને આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે કાર નંબરના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. 

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામની સીમમાં તારીખ 9 ઓક્ટોબર 2023  રોજ  એક માનવ કંકાલ મળી આવ્યો હતો.પોલીસ માટે આ એક કોયડો બન્યો હતો કે આ માનવ કંકાલ કોનો છે ? સળગેલી હાલતમાં પડેલો આ મૃતદેહ કઇ રીતે અહીં પહોંચ્યો ? પોલીસ આ કેસની તપાસ આસપાસના સીસીટીવી ફુટેજ જોતા એક કાર શંકાસ્પદ હાલતમાં મળી અને કારના નંબરની ચકાસણી કરતા આ કાર રાજકોટની હોટેલ પાર્ક ઇનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મેહુલ ચોટલીયાની હોવાનું સામે આવ્યું હતું. મેહુલે હત્યા કરી હોવાની પોલીસને શંકા જતા તેઓએ પુછપરછ શરૂ કરી જેમાં મેહુલ ભાંગી પડ્યો હતો અને આ હત્યા પોતે કરી હોવાની કબૂલાત આપી હતી. 

જે લાશ મળી હતી તે એક આશરે 25 વર્ષીય મહિલા અલ્પા ઉર્ફે આઇશા મકવાણાની છે અને તે તેની પત્નિ તરીકે રહેતી હતી અને પોતે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે મેહુલ ચોટલીયાની ધરપકડ કરી છે.

પોલીસના કહેવા મુજબ માનવ કંકાલ બન્યા બાદ આ લાશ કોની છે તે મોટો કોયડો હતો.પોલીસે આ અંગે આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે અંદાજિત  15000 જેટલી કારના નંબરની તપાસ કરીને કારચાલકોની પુછપરછ શરૂ કરી હતી.  જેમાં જીજે 3 KH 3767 નંબરની કાર શંકાસ્પદ હાલતમાં બે થી ત્રણ વખત પસાર થતી જોવી મળી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ કારના ચાલક મેહુલની પુછપરછ કરતા તેને જે નિવેદન આપ્યું હતું અને જે સ્થળે ગયો હોવાની કબૂલાત આપી હતી તે સ્થળ સાથે મેહુલનું નિવેદન મળતું ન હતું.  જેના કારણે પોલીસે તપાસ કરતા  મેહુલે હત્યા કરીને લાશ અહીં સળગાવી દીધી હોવાની કબૂલાત આપી હતી.

Rajkot: પડધરીની સીમમાંથી મળેલો માનવ કંકાલ યુવતીનો, જાણો કઈ રીતે પોલીસે ભેદ ઉકેલ્યો 

શા માટે કરાઇ હત્યા ?

પોલીસના કહેવા પ્રમાણે મેહુલ અને મૃતક અલ્પા છેલ્લા દોઢ વર્ષથી પતિ-પત્નિની જેમ સાથે રહેતા હતા.મેહુલ પર અગાઉ ઇમોરલ ટ્રાફિક હેઠળ ગુનો નોંધાયેલો છે.હોટેલના મેનેજર હોવાને કારણે અલ્પા અમદાવાદથી મેહુલની હોટેલમાં અવારનવાર આવતી હતી જેના કારણે મેહુલ અને અલ્પા વચ્ચે મિત્રતા થઇ હતી, મેહુલના છૂટાછેડા થઇ ગયા હોવાથી આ બંન્ને પતિ પત્નિની જેમ રહેવા લાગ્યા હતા. સમય જતા મેહુલ તેના પિતા અને ભાઇના સોશિયલ મિડીયામાં સ્ટેટસ રાખતો હતો.  જેના કારણે અવારનવાર મેહુલ અને અલ્પા વચ્ચે ઝઘડો થતો હતો.  જેનો ખાર રાખીને ગત 6 ઓક્ટોબરના રોજ મેહુલે અલ્પાની ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ લાશને એક બેગમાં પેક કરીને  પડધરી નજીક ખામટા ગામની સીમમાં લાકડાથી સળગાવી દીધી હતી.

હાલ પોલીસે મેહુલની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે મૃતક મહિલાની લાશ અંગેના સાંયોગિક પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.હાલ પોલીસે હત્યા પાછળ આ જ કારણ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ
Kotak Mahindra Bank: હવે કોટક મહિન્દ્રા બેન્ક કરી શકશે આ કામ, RBIએ હટાવ્યો પ્રતિબંધ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Embed widget