શોધખોળ કરો

પોરબંદરમાં ગર્ભવતી યુવતી-તેના પતિ અને યુવકની હત્યાના કેસમાં મોટો ખુલાસોઃ કોણે કરી હત્યા?

બરડાના જંગલમાંથી સગર્ભા યુવતી, તેના પતિ અને યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આ ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

પોરબંદરઃ પોરબંદરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વનકર્મી લક્ષ્મણ આડેદરાએ હત્યા કરી છે. આમ, છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા જગનાર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. નોંધનીય ચે કે, બરડાના જંગલમાંથી સગર્ભા યુવતી, તેના પતિ અને યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આ ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પોરબંદર વનવિભાગના મહિલા બીટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહિત ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ સોમવારે ત્રણેયની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમી પૂર્વક હત્યા કરવામા આવી હતી. બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી. લાપતા બન્યાની આશંકાને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દિવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. દરમ્યાન સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી હોવાનું બહાર આવ્યુ હતું. મહિલા બીટ ગાર્ડ હેતલ રાઠોડની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી. જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની હત્યા ત્યાંથી થોડે દુર બાવળની કાટમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા રવિ સૈની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહ ને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget