![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોરબીમાં ફરી કફ સીરપનો જથ્થો ઝડપાયો, 10 હજાર જેટલી મોટલ મળી આવી, એક શખ્સની ધરપકડ
મોરબીનાં લાતી પ્લોટમાંથી ઝડપાયેલ સીરપનો જથ્થો દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત રવાના કરવામાં આવ્યો હતો.
![મોરબીમાં ફરી કફ સીરપનો જથ્થો ઝડપાયો, 10 હજાર જેટલી મોટલ મળી આવી, એક શખ્સની ધરપકડ Quantity of cough syrup seized again in Morbi, 10 thousand motels found, one person arrested મોરબીમાં ફરી કફ સીરપનો જથ્થો ઝડપાયો, 10 હજાર જેટલી મોટલ મળી આવી, એક શખ્સની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/14/445b2f0ae715975a703224bf0f82d39d171039557786975_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Morbi News: મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો છે. લાતી પ્લોટમાંથી કોડીન સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હરીકૃપા ટ્રાન્સપોર્ટમાં કોડીન સીરપનો જથ્થો પડ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા છે. કોડીન સીરપની 10 હજાર બોટલ મળી આવી છે. જેની કિંમત 20 લાખ 54 હજારથી વધુ હોવાની માહિતી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ પર બેઠેલ આશીફ આમદભાઈ સિપાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો. તો ટ્રાન્સપોર્ટ માલિક ગોપાલ ભરવાડ રાજકોટનો હોવાની વિગતો છે. કિયા લોજીસ્ટીક મારફતે રાજકોટથી આ જથ્થો મોરબી પહોચ્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસ એન ડી પી એસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે મોરબીનાં લાતી પ્લોટમાંથી ઝડપાયેલ સીરપનો જથ્થો દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત રવાના કરવામાં આવ્યો હતો. દિલ્હીથી કીયા લોજીસ્તિક ટ્રાન્સપોર્ટ મારફત રવાના કરવામાં આવ્યો હતો. જે જથ્થો કીયા લોજિસ્ટિક માં રાજકોટ પહોચ્યો હતો. બાદમાં મોરબી હરિકૃપા ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. સીરપનો જથ્થો કોને મોકલ્યો અને ક્યાંથી આટલો મોટો જહથતો આવ્યો તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. મોરબી હરીકૃપા ટ્રાન્સપોર્ટમાં આ જથ્થો ૬ દિવસથી પડયો હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે.
નોંધનીય છે કે, સરકારી અહેવાલ મુજબ, ભારતમાં કફ સિરપનું ઉત્પાદન કરતી 50 થી વધુ કંપનીઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે 2,104 પરીક્ષણ અહેવાલોમાંથી, 54 કંપનીઓમાંથી 128 (6%) પ્રમાણભૂત ગુણવત્તાની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી.
આ અહેવાલ વિશ્વભરમાં 141 બાળકોના મૃત્યુ સાથે સ્થાનિક રીતે ઉત્પાદિત કફ સિરપને જોડતા અહેવાલોને પગલે વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી પ્રયોગશાળા પરીક્ષાઓનો સંદર્ભ આપે છે. ETના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં એવા ચોક્કસ કિસ્સાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે કે જ્યાં કફ સિરપના નમૂનાઓ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું.
ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ગુજરાતે 385 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 20 ઉત્પાદકોમાંથી 51 ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. એ જ રીતે, મુંબઈની સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ 523 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 10 કંપનીઓના 18 નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)