હવામાન વિભાગની આગાહી વચ્ચે આ જિલ્લામાં કરા સાથે વરસાદ, જાણો
કચ્છમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેતીના માલને ખુલ્લામાં ન રાખવા સૂચનો આપવામાં આવ્યા છે. કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા આ બાબતે વિવિધ વિભાગોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
રાજકોટ: હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. કચ્છના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વિસાવદર અને મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા છે. લીલીયા લીમધ્રા અને ઈટાળીમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું છે.
કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લખપતના જુણાચા,મેઘપર વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. નખત્રાણાના બેરું,દનણા વિસ્તારમાં પવન સાથે ઝરમર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે.