શોધખોળ કરો

Gujarat Rain: જામજોધપુર પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કલ્યાણપુરમાં શેરીમાં પાણી વહેતા થયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જામજોધપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. જામજોધપુરમાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો.

જામનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જામજોધપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. જામજોધપુરમાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો.  જામજોધપુર તાલુકાના કલ્યાણપુર અને શેઠવડાલા ગામમાં  ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.  બપોર બાદ  અસહ્ય ઉકળાટ વચ્ચે બંને ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.  કલ્યાણપુર ગામમાં  શેરીઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.  

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જામનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં જામકંડોરણમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે. 

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  જામકંડોરણાના ચરેલ, દડવી ગામે વરસાદ વરસ્યો છે. દડવી, કાના વડાળા,  ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

ચરેલ ગામે ભારે પવન સાથે  વરસાદ શરૂ થયો છે. ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. ચરેલ ગામે અંદાજિત 1.5  ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થયું છે.  સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે.   8 થી 12 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આાગાહી? 

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદ વરસશે. વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

તારીખ 10 જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે.  મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.  વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

લા નીનોથી સપ્ટેમ્બર મહિનામાં તથા ગુજરાતમાં ઓકટોબર માસ સુધી ચોમાસુ લંબાઈ શકે છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાSurat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકીValsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંJunagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Embed widget